________________
વર્ણન કરીને વાયુકામાં જીવની સિદ્ધિ બતાવવામાં આવી છે. - જિનકુળમાં જન્મેલાને પ્રાયઃકરીને પૃથ્વી, અપુ, અગ્નિ અને વનસ્પતિ કાયનું જ્ઞાન હોવાથી સામાયિકમાં તેનો સંઘોન થાય તે માટે સાવધાની રાખશે પણ સામાયિક લેવાનું સ્થાન બારી-બારણાદિ પાસે જ્યાં પવન સારો આવતો હશે ત્યાં લેતા અચકાશું નહીં. ત્યાં કોઈ પાપ જેવું નહીં લાગે. ઘણા આત્માઓ તો માત્ર સંવત્સરીના દિવસે સામાયિક–પ્રતિક્રમણ કરવા માટે આવે અને તેમાં પણ વહેલા આવી પ્રથમ હવા ક્યાં આવે છે તેવું સ્થાન શોધીને જગ્યા બુક કરાવી લેશે. તો મહત્ત્વ શેનું પ્રતિક્રમણનું કેહવાનું (પવન)? પ્રતિક્રમણ કરવા આવ્યા છતાં લક્ષ હવા ખાવાનું જ રહી જાય. તેની વિરાધનાનું જીવને ભાન પણ ન હોય તે કેવી આપણી કરુણા? હવામાં બેસવાનું પસંદ કરવું એટલે આત્માને કઠોર બનાવવો, કારણ કે વાયુકાયનું શરીર પાણી કરતાં પણ કોમળ, શીતળ અને સ્નિગ્ધ છે તેથી વધારે વિરાધના થાય તેથી તેની સાથે રહેવાનું આપણને સહજ મન થાય. રહેવામાં ગમો-આનંદ સુખરૂપ લાગે અનુમોદના સહજ થઈ જાય. આપણને કોમળતાદિનો ગમો વધારે છે પણ તે સમતા માટે અતિ બાધક છે.
વાયુકાયામાં છવપણાની સિદ્ધિ : चेतनावान् वायुः, अपरप्रेरिततिर्यगनियमितगमित्त्वात्, एजू कम्पने एजतीत्येजो वायुः कम्पनशीलत्वात् ॥
તમાચારાંગ) પોતાનો કપાયમાનસ્વભાવ હોવાથી ધજાદિને વાયુહલાવે છે. વાયુનો આકાર પણ ધ્વજ જેવો છે. જેમ દેવ પોતાનું અદશ્યરૂપ કરે છે તથા અંજન વિઘા પ્રયોગવડે શરીર અદશ્ય થાય છે પણ તેનો અભાવ થતો નથી. સ્પર્શથી તેનો અનુભવ થાય છે. માત્ર સ્પર્શ જ નથી પણ વર્ણ–ગંધ અને રસ પણ રહેલા છે. પરતીર્થિકો (અજેનો) વાયુમાં માત્ર સ્પેશ જ માને છે પણ બે વાયુ
જીવવિચાર // ૭