________________
ઉપયોગ થઈ ગયો. તેમાં જેટલો પાવર વધારે તેટલા જીવોની કિલામણા અને હિંસા વધારે થાય.આનાથી ઉણયોનિના જીવોની ઉત્પત્તિ થાય અને શીતયોનિ વાળા જીવોની હિંસા–કિલામણા વધે. કપડાંની શોભા માટે કપડાની ઘડી જાતે વાળવી પણ તેમાં ઇલેકટ્રીકઇસ્ત્રીનો ઉપયોગ ન કરવો જોઈએ. પૂર્વે કોલસાની ઈસ્ત્રીથી કાર્ય થતું હતું. જે અગ્નિ સળગતો હોય તેને ફરી સળગાવવાથી વિરાધના ઓછી. નવો અગ્નિ-નવા લાકડા સળગાવવામાં વિરાધના વિશેષ તેથી પહેલાંના લોકો સળગેલા કોલસા બુઝાતા પહેલા તેને માટલામાં ભરી દેતાં અને જરૂર પડે ત્યારે તેનો જ ઉપયોગ ફરી કરતાં.
જયા પાળવા એ બદલાવી શકાય?
લાઇટ ને બદલે દીવો, પખાને બદલે તાલવૃત્ત, રેફ્રીજરેટરને બદલે માટીનાં માટલાં, ટી.વી. આદિને બદલે પુસ્તકનો શોખ, મકાનમાં કચરો કાઢવા વેક્યુમ ક્લીનરને બદલે કોમળ ઝાડુનો ઉપયોગ.
આયુષ્યના બંધનો આધાર આત્મા પોતે છે, માટે આત્માએ કયાં રહેવું? કયાં વસવું? - જો આત્મા મોક્ષમાં સંપૂર્ણ પોતાની સિદ્ધાવસ્થામાં રહેવાનો નિર્ણયન કરે તો કોઈપણ દેહમાં તેને રહેવું જ પડે. મનુષ્ય ભવમાં પણ જો જીવ ફકત સાતા સુખની પાછળ જ દોડે તો પ્રાયઃ કરીને મોટા ભાગે સાતા સુખના આર્તધ્યાનમાંતિર્યંચગતિમાં ધકેલાવું પડે. આથી આપણે અગ્નિ કાયાદિમાંન જવું હોય તો નિર્ણય કરવો પડે કે મારે સાતા સુખ જોઈતા નથી.સાતાને છોડયા વિના જીવ સમતા ધર્મમાં આવી શકે નહીં.
* આપણને અંધારામાં રહેવાનું ગમતું નથી કારણ કે રૂપ જોવાને ટેવાયેલાને વારંવાર લાઈટ વિના ન ચાલે આત્માઅરૂપી છે તેને જોવા માટે અંધકાર સહાય રૂપ છે, જે જગતને જોવાનું બંધ કરે તે જાતને જોઈ શકે.
જીવવિચાર || ૮૩