________________
0 રાયશસ્ત્રોતણનો અગ્નિ, પાંદડાનો અગ્નિ, લાકડાનો અગ્નિ,
કોલસાનો અગ્નિ વગેરે પરસ્પર શસ્ત્ર છે. a પરકાયદો જળ, વાયુ, ધૂળાદિ... a ઊભયકાય શસ્ત્રો ફોતરાનો અગ્નિ અને બકરીની લડી આદિથી - મિશ્ર અગ્નિ બીજા અગ્નિનું શસ્ત્ર થાય.
જે જીવો મનુષ્યભવમાંથી અગ્નિકાયમાં જાય તો તે જીવો ત્યાંથી ફરી પાછા તરત મનુષ્યભવમાં ન આવી શકે અને અગ્નિકાયમાંથી જોતિર્યંચગતિમાં ઉત્પન થાય તો પણ તેને તે ભવમાં સમકિતની પ્રાપ્તિ ન થાય. આથી અગ્નિકાયમાં ન જવાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. અગ્નિકાયમાં સ્વયં બળવાનું અને બીજાને પણ બાળવાનું તેથી અતિ તુચ્છ ભવના કારણે તે ભવમાંથી તુરત મનુષ્યભવની પ્રાપ્તિ થતી નથી. બાદર અપુકાય–બાદર વનસ્પતિકાયમાંથી સીધા મનુષ્ય ભવમાં આવી શકાય અને પુણ્યયોગે અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થાય તો કેવલજ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે. જો અગ્નિકાયમાં આપણને સુખ દેખાય–ગમી જાય તો તેમાં જવાનું થાય. અગ્નિકાય ગમવું એટલે ગરમા ગરમ ધૂમાડાયુકત ચા જોઈ ગમી જાય અનુમોદના થાય. ભવિતવ્યતાને યોગે કદાચ આયુષ્યનો બંધ તે સમયે પડે તો પ્રાયઃ ધૂમાડાના ગમામાં જીવ અગ્નિકાય તરીકે ઉત્પન્ન થઈ જાય.
- અગ્નિકાયજીવોમાં જયણાનો વિશેષ ઉપયોગ રાખવો જોઈએ, વધારે કરુણાને પાત્ર અગ્નિકાયના જીવો છે, સતત અગ્નિમાં બળવા-બાળવાનું તો તેમની જયણા કઈ રીતે કરવાની? 3 અગ્નિકાય જીવોની જયણા:
પૂર્વે પ્રકાશની જરૂર પડે ત્યારે એક ફાનસ કે દીવાનો જયણાપૂર્વક ઉપયોગ થતો, જ્યારે આજે ચાર-પાંચ લાઈટોનો સામાન્ય બિનજરૂરી
જીવવિચાર || ૮૨