________________
(૨) બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયથી બાદરઅપર્યાપ્ત અગ્નિકાયઅસંખ્યાત
ગુણ હીન છે. (૩) સૂથમ અપર્યાપ્ત પૃથ્વીકાયથી બાદરઅપર્યાપ્ત અગ્નિકાયઅસંખ્યાત
ગુણહીન છે... (૪) સૂક્ષ્મ પૃથ્વીકાયથી બાદર પર્યાપ્ત અગ્નિકાય અસંખ્યાત ગુણ છે. B અગ્નિકાયમાં જીવપણાની સિદ્ધિ
जह देहप्परिणामो रत्तिं खज्जोयगस्य सा उवमा । जरियस्स व जा उम्हा एसुवमा तेउजीवाणं ॥११९॥
(આચારાંગ નિ.) જે પ્રમાણે બધોત (ચઉરિજિયજીવ વિશેષ) જીવના શરીરમાં પ્રકાશ જોવા મળે છે તથા તાવવાળા મનુષ્યના શરીરમાં ગરમી અનુભવાય છે, મૃતદેહમાં ઉષ્ણતા હોતી નથી તેથી અગ્નિ સચિત્ત જાણવી. વળી (બાર્ન
ન આહારેક તિવર્ગના વારંવા )બાળક જેમ આહારથી વૃદ્ધિ પામે છે તેમ અગ્નિ પણ ઈધણથી વૃદ્ધિ પામે છે અને ઈધણના અભાવ વિના તે ધીમે-ધીમે બુઝાઈ જાય છે તેથી તે સચિત્ત છે. પવન વિના અગ્નિબળી શકતો નથી. બલ્બમાં પણ યંત્રવડે ઘનવાયુ શોષી શકાય છે પણ તનવાત (પાતળો વાય) શોષી શકાતો નથી, તેની હાજરી હોવાથી જ અગ્નિકાય પ્રગટે છે. શાસ્ત્રવચન છે ન તત્વ વાયુ જ્યાં અગ્નિહોય ત્યાં વાયુહોય.
અગ્નિકાય દીર્વલોક શસ્ત્ર છેઃ
આચારાંગ શાસ્ત્રમાં અગ્નિકાયને દીહલોગસત્ય દીર્ઘ લોક શસ્ત્ર કહ્યો છે. કારણ કે પાંચ સ્થાવરોમાં સૌથી ઉત્કૃષ્ટ શરીરની ઊંચાઈ પ્રત્યેક બાદર વનસ્પતિકાયની છે (સાધિક ૧૦૦૦ યોજન છે.) અગ્નિકાય વનસ્પતિકાયનું શસ્ત્ર છે. જંગલ વગેરેમાં અગ્નિ પ્રગટે ત્યારે તેમાં વાયુના
જીવવિચાર || ૮૦