________________
(૪) વાયુકાય જીવોઃ
પૂ. શાતિસૂરિ મહારાજ મંગલાચરણમાં જીવના સ્વરૂપને સમજીને વંદના કરે છે. તેમને જીવનું સ્વરૂપ કહેવાનું કારણ એ છે જીવો મોટાભાગે જીવના સ્વરૂપવિના બાંકી બધું જાણનારા હોય છે. જીવે કઈ રીતે જીવવું તે જ તે જાણતો નથી અને તેથી તે મહાઅનર્થ સ્વયં પામે છે અને બીજાને પણ પીડા આપીને જીવે છે. જે જીવતા શીખે તેને પછી દુઃખન હોય, જીવતા જે શીખે તે પોતે જીવે અને બીજાને પણ જીવતા રાખવાનો પ્રયાસ કરે છે. જે પોતે જીવતો નથી તે બીજાને પણ જીવવા દેતો નથી. પ્રભુની આજ્ઞા છે જીવો અને જીવવા દો. તે માટે પ્રથમ તે પોતે જીવે છે તેના અસ્તિત્વનો સ્વીકાર હોવો જોઈએ. પોતે જેમની સાથે રહેલો છે તેના અસ્તિત્વનો પણ પોતાને સ્વીકાર હોવો જોઈએ. જો તે સર્વસ્વીકાર થઈ જાય તો બીજાના જીવવાના અધિકારને જીવ છીનવી ન લે. બીજાને જીવવા દેવાનો ભાવ થવો તે જ મહાકરુણા છે. બીજાને જીવતા જોઈ આનંદ સહજ આવે, આનંદમાં સમતા આવે અને કરુણા વિના સમતા આવે નહીં. સમતા સેવ્યા વિના પરમાત્માને સાત્વિક વંદનાન થાય. પરમાત્મા સમતાના ધામ છે. તેમને વંદના કરીને તેમના જેવી પૂર્ણ સમતા આપણે પ્રાપ્ત કરવાની છે. તે પૂર્ણ સમતા ત્યારે જ મળે જ્યારે આપણે (ક્ષયોપશમ ભાવે) અલ્પ સમતા રાખીએ તો પૂર્ણતાને પામીએ. તેનું મૂળ કારણ-કરુણાના પરિણામ પૂર્વક જીવતા રહેવાનું અને બીજાને પણ જીવતા રહેવા દેવા રૂપ જિનાજ્ઞાનાપાલનનો આરંભ કરવો એછે. કરુણા વિનાનો આત્મા ભાવવંદનાનો અધિકારી બનતો નથી. કરુણાના વિકાસ માટે પણ જીવોનું સ્વરૂપ જાણવું જરૂરી છે. તેમાં સૌથી વધારે જેના સસંર્ગમાં રહ્યાં છીએ જેની વિરાધનામાં આપણે સતત નિમિત્ત બની રહ્યાં છીએ તે વાયુકાયના સ્વરૂપને પૂ. શાંતિસૂરિ મહારાજ જણાવતા ફરમાવે છે કે ,
જીવવિચાર || ૮૪