________________
બાદર અગ્નિ ન હોય એ જ રીતે દેવલોકનરકાવાસમાં પણ અગ્નિ ન હોય. અઢીદ્વીપ સિવાય પણ બાદર અગ્નિ નહોય. અતિ ક્ષ કે અતિ સ્નિગ્ધકાળમાં અગ્નિ ઉત્પન્ન થાય. આથી પાંચમા આરાના અંતે અગ્નિ પણ નાશ પામશે.
સૂર્યની ગરમી એ અગ્નિ નથી, પરંતુ આતાપ નામ કર્મનો ઉદય છે. તે સ્વભાવે શીતળ છે પણ તેના કિરણો જેમ દૂર જાય તેમ-તેમ ઉષ્ણ થાય તેથી આપણને ગરમ લાગે પણ સૂર્યવિમાનમાં રહેલા દેવો શીતળતા અનુભવે છે. દેવલોકમાં સૂર્યનો પ્રકાશ ન હોય. દેવલોકમાં સદા રત્નોનો પ્રકાશ હોય અને નરકમાં સદા અંધારું હોય.ચંદ્રવિમાનમાં ઉદ્યોત નામ કર્મના ઉદયવાળા રત્નો છે તેથી તેનો પ્રકાશ સદા શીતળ છે.
યુગલિકોને બાદર અગ્નિકાયની જરૂર શા માટે નહીં? યુગલિકોને સદા કલ્પવૃક્ષો પાસેથી સર્વ સામગ્રી મળી રહે તેમને પકાવવાનો આરંભ–સમારંભ કરવાનો હોતો નથી તેથી જરૂર નહીં.
સૌથી વધારે અગ્નિકાયના જીવો ભરતક્ષેત્રમાં જ્યારે અજિતનાથ ભગવાન હતા ત્યારે તે વખતે ૧૫ કર્મભૂમિમાં ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકરો હતાં. કેવલીઓની સંખ્યા પણ ઉત્કૃષ્ટ૯ કોટી અને સાધુઓની સંખ્યા ૯૦ અબજ હતી. મનુષ્યોની સંખ્યા વધારે હોવાથી મનુષ્યોને અગ્નિકાયની જરૂર પડે તેથી તે વખતે સૌથી વધારે સંખ્યા બાદર અગ્નિકાયની હતી.
અગ્નિકાય સંખ્યા પ્રમાણઃ
તંદુલ જેટલી જગ્યામાં રહેલા અગ્નિકાયના જીવોને જો ખસખસના દાણા પ્રમાણ કરવામાં આવે તો જેબુદ્ધીપમાં ન સમાય. (૧) બાદર અગ્નિકાય જીવો સ્થાવરકાયમાં સૌથી ઓછા પ્રમાણમાં છે.
ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાત આકાશ પ્રદેશ પ્રમાણ પર્યાપ્ત અગ્નિાય જીવો અને તે બાદર પૃથ્વીકાય અપર્યાપ્તથી અસંખ્ય હીન છે.
જીવવિચાર || ૭૯