________________
સ્થાવર નામકર્મના ઉદયે અગ્નિરૂપી કાયામાં પૂરાયેલા છે. કાળા કોલસા રૂપે રહેલા તે અગ્નિના સંસર્ગેઅંગારારૂપે લાલ બની ગયા. જે અગ્નિ ભડભડતી જવાળારૂપે બળતી દેખાય છે તેમાં વાયુ સાથે ભળવાથી ઊંચે આજુ-બાજુ ફેલાય છે અને ઘણી વખત ઘરાદિબાળવામાં નિમિત્ત બને. આમ અગ્નિકાયને બળતાંઅને બાળતાં જોઈ કરુણાનો પરિણામ આવેતો આપણો સમ્યગદર્શનનો પરિણામ નિર્મળ થાય. અગ્નિકાય જીવોની વિરાધના સાથે છ કાય જીવોની વિરાધના થાય. જેમ એક કપ ચા બનાવાવમાં અપૂકાયના જીવોની વિરાધના, વનસ્પતિકાયના જીવોની વિરાધના, અગ્નિહોય ત્યાં વાયુ હોય તેથી વાયુકાયના જીવોની વિરાધના, અગ્નિ જમીન પર હોય તેથી પૃથ્વીકાયની અને પાણી તે વાયુની યોનિ છે. અગ્નિકાયમાં ઉડતાં–ઉડતાં ત્રસ જીવો આવીને પડવાની સંભાવના છે તેથી છએ કાયના જીવની વિરાધના થાય. 3 અગ્નિકાય જીવોના પ્રકારઃ
અગારા કોલસાદિનો અગ્નિ. (તપાવેલ લોઢાદિ) વાળા અગ્નિમાં જવાળાઓ નીકળે તે. (દીપક, મીણબત્તી) ભાઠાનો અગ્નિઃ કોલસા કે અંગારા ઘણાં બળ્યા પછી ઠંડા પડી જાય પછી તેના પર રાખ દેખાતા તે અગ્નિ બૂઝાયેલો લાગે પણ તે અગ્નિઅંદરથી સળગતો હોય, પવન વાયતો ફરી અગ્નિ ભભૂકી ઊઠે. ઉલ્કાઃ આકાશમાં અગ્નિના પટ્ટારૂપે વિવિધ આકારવાળી રેખાઓ ક્યારેક ક્યારેકદેખાય (૧૭૯૦/૧૮૩૦માં ફ્રાન્સમાં ઉલ્કા પડી હતી.) અસનિઃ આકાશમાંથી જે તણખા કે અગ્નિકાયના કણિયારૂપે જે ખરે તે અથવાચકમકવ્રજલાલચોળ પથ્થરરૂપ હોય વગેરેનો અગ્નિ. કરિયા આકાશમાંથી ખરતા તારા જેવા અગ્નિના કણિયા પડે તે જમીન સુધી પહોંચતા તે ઓલવાઈ જાય.
જીવવિચાર || ૭૭