________________
(૩) અગ્નિકાય જીવો:
પૂ.શાંતિસૂરિ મહારાજ મંગલાચરણમાં જીવના સ્વરૂપને પકડીને ભાવ વંદના કરે છે. પ્રથમ પોતાનું સત્તાએસિદ્ધ સ્વરૂપ સ્વીકારી અને પરમાત્મામાં પ્રગટ થયેલા સિદ્ધ સ્વરૂપને વંદના કરે છે. સત્તાએ સર્વ જીવો સિદ્ધ સ્વરૂપી છે, તેવા ભાવથી રુચિપૂર્વક ભાવવંદના કરે છે. આથી આપણને જીવનાં સ્વરૂપને જીવવિચાર પ્રકરણ દ્વારા જાણીને સિદ્ધ સ્વરૂપ પ્રગટાવવાની રુચિ થવી જોઈએ. રુચિ થઈ ત્યારે જ કહેવાય જ્યારે સત્તાએ સિદ્ધ એવા સર્વસંસારી જીવો પ્રત્યે કરુણા આવે તેમાં પણ અગ્નિકાય જીવો ઉપર વિશેષ કરુણા આવવી જોઈએ એટલે જ ગ્રંથકારે પણ અગ્નિકાય જીવોને નિપુણ બુદ્ધિથી જાણવાનું કહ્યું છે. ગાથા: ૬.
ઈગાલ લાલ મુમુર, ઉકાસકિ કરગવિજમાઈબા અગરિ જિયાણ ભેયા, નાયબા નિહરસુતિએ દા • જળ અંગારા અને જ્વાલાતણો અગ્નિ જરા. અગ્નિ કણિયાવાળો ભાઠો, અગ્નિ વજાણો વળી,
ઉત્પાતહેતુ જાણ ઉલ્કાપાત, ને વળી વિજળી; છે અગ્નિના તારાના સમા, ખરતા કણો નભથી વળી; અરણિ, ભાનુકાંત, ચકમક, વાંસ ઘર્ષણનો મળી.
ભેદ ઈત્યાદિક અગ્નિકાય જીવના જાણવા. ૬ હવે પૂ. શાંતિસૂરિ મહારાજ અગ્નિકાયને નિપુણ બુદ્ધિથી જાણવું જોઈએ એમ કહી વિશેષ ગંભીરપણે અહિ ઉપયોગ મૂકવાનું કહે છે. ગ્રંથકાર એકપણ અક્ષર કારણ વિના વધારે લખે નહીં. પૃથ્વીકાય અપૂકાય કરતાં પણ અગ્નિકાયજીવો અપેક્ષાએ વધારે વેદના ભોગવી રહ્યાં છે અને બીજાને વધારે વેદના આપવામાં નિમિત્ત પણ બને છે. આથી અગ્નિકાય જીવોનું સ્વરૂપ જાણીને તેના વિષે કરુણા લાવીને તેની વિરાધનામાં આપણે નિમિત્ત બનીએ તેની વિશેષ કાળજી કરવાની છે. જેમ કોઈ જન્મથી ગર્ભશ્રીમંત અબજોપતિ
જીવવિચાર // ૭૫