________________
હોય અને લોકમાં ચારેબાજુપ્રખ્યાતિ પામેલો હોય અને તેવી વ્યક્તિને કર્મના ઉદયથી સ્થિતિમાં પલટો આવે ત્યારે ભીખ માંગવા નીકળે, માંગવા છતાં કોઈ તેને ભીખઆપતું નહોય ઉલ્ટનુંહડધૂત કરતાં હોય ત્યારે તે વ્યકિતને જોઈ આપણને વિશેષ કરુણા આવે તેમ આ અગ્નિકાયના જીવો સ્વરૂપે સિદ્ધ હોવા છતાં વર્તમાનમાં અગ્નિરૂપે કાયા પ્રાપ્ત થઈ છે. તેથી સતત અગ્નિરૂપે બળ્યા કરવા દ્વારા તેને મહાસંતાપ પીડા ભોગવ્યાકરવાની અને બીજા જીવોને સંતાપ કરવામાં નિમિત્ત બનવાના પાપના ભાગીદાર બનવાનું.અગ્નિકાયથી ગમે તેટલો બીજા જીવોને લાભ થાય, સુખમાં નિમિત્ત બને તો પણ તેને કોઈ લાભ મળે નહીં.
ચંડકૌશિકનો આત્મા પૂર્વ સાધુ હોવા છતાં તેને અન્ય સાધુઉપર ક્રોધ આવ્યો–વ્યાપ્યો અને સાધુને હણવા માટે દોડ્યા અને પોતે જ હણાયા. ક્રોધના સંસ્કારોના કારણે ભવાંતરમાં ચંડકૌશિક સર્પતરીકે ઉત્પન્ન થયા. ક્રોધ ઝેરરૂપે દષ્ટિમાં પરાવર્તન પામ્યું જ્યાં જ્યાં દષ્ટિ નાખે ત્યાં ત્યાં સર્વ અગ્નિની જેમ ભસ્મીભૂત થઈ જાય. વીર પરમાત્માને તેના પર કરુણા આવી તેથી તેને પ્રતિબોધવા પ્રભુએ બુજઝ બુજઝ કહ્યું. એ અમૃતવાણી ચંડકૌશિકે સ્વીકારી પોતાની ઝેરી દષ્ટિ ફેરવી નાખી. હવે કોઈપણ જીવ પોતાનાથી વિરાધના ન પામે તેવો ભાવ થયો. પ્રભુની કરુણા તેનામાં પ્રવેશી ગઈ. પ્રભુની સમતાના બળે તેનામાંવિવેકપ્રગટી ગયો તેથી પોતાનું મોટુંબીલમાં નાખી દીધું. બીજાને જોવાનું બંધ કર્યું. મનુષ્યના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો થયાં અને કીડીઓના ઉપદ્રવથી શરીર ચાળણીની જેમ ચળાઈ ગયું છતાં પણ શરીરને જરાપણ હલાવતાં ચલાવતાં નથી. હવે મારા નિમિત્તે કોઈજીવની વિરાધના ન થઈ જાય. બસ, જીવો પર કરૂણા ઉપજી અને સમતાની ધારા વૃદ્ધિ પામી પણ તિર્યભવને કારણે પૂર્ણતા ન પામતા માટે આઠમા દેવલોકની પ્રાપ્તિ થઈ.
પરમાત્માની જેમ આપણે પણ અગ્નિકાયજીવોને બળતાં જોઈ તેમના પર કરુણા લાવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણા ઉપયોગને જો શુદ્ધ બનાવવામાં આવે તો આપણો આત્મા પવિત્ર થઈ જાય. અગ્નિકાય જીવો
જીવવિચાર // ૭૬