________________
( પુરાણ શાસ્ત્રમાં કહ્યું છે કે ત્રણ લોકના દાનથી જે પુણ્ય થાય તેનાથી કોટી ગણું પુણ્ય, પાણીને ગાળવાથી પ્રાપ્ત થાય અને ન ગાળવાથી ૭ ગામ બાળવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ લાગે. આથી જીવોની વિશેષથી કાળજીપૂર્વક યતના કરવી જોઈએ.
જીવોને સચિત્ત પાણી શા માટે વાપરવાનું ગમે છે?
જીવોની અજ્ઞાનતાના કારણે સચિત્ત પાણીમાં શીતળતા વધુ લાગે છે. જ્યારે શાસ્ત્રકારો કહે છે અચિત્ત પાણી વિશેષ શીતળ બની શકે કારણ કે સચિત્ત પાણીને અચિત્ત કરવાથી તેમાં રહેલું તેજસ શરીર નાશ પામે તેથી સચિત્ત કરતાં પણ અચિત્ત પાણી વધારે શીતળ બને છે. અચિત્ત એવું પણ શીતળ પાણી વાસ્તવિક અપૂકાયના મડદા રૂપે છે. માત્ર આત્માની સમાધિ ટકે અને આત્માના પરિણામમાં નિર્બસપણું ન થાય માટે જ અચિત્ત પાણી વાપરવાનું છે. સચિત્તનું ચિત્ત કરવા રૂપે વિરાધનાનું પાપ લાગે જ તો પણ અચિત્ત જ પાણી વાપરવું જોઈએ કારણ કે એવી જિનાજ્ઞા છે. પાણી નો જેટલો કાળ હોય તેટલા કાળ સુધી પાણી અચિત્ત રહે તેથી તેમાં અસંખ્યાત સતત નવા જીવોની ઉત્પતિ ન થાય તે લાભ પણ મળે. a કાંબળી શા માટે ઓઢવાની?
અણવર સમુદ્રના ઉપરના તળથી ઊંચું ઉછળતું બાદર અપકાય સ્વરૂપ પાણી મહાકૃણ (ઘોર અંધકારમય) હોવાથી તમસૂકાય સ્વરૂપે ઓળખાય છે. આ તમસૂકાયનું પાણી ઊછળીને ૧૭ર૧ યોજન ઉપર જઈ પછી ત્રાંસુવિસ્તાર પામી એકથી ચારદેવલોકને આવરી પાંચમાંદેવલોકની કૃષ્ણરાજી ઉપરથી ચારે દિશામાં નીચે આવે છે. જે વ્યવસ્થિત સૂર્યપ્રકાશની હાજરીમાં સચિત્ત સ્વરૂપે તથા સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં સચિત્તાચિત્ત સ્વરૂપે હોય છે, આથી જ્યારે કાંબળીનો કાળ હોય ત્યારે આ અચિત્ત અપૂકાયના જીવોની વિરાધનાથી બચવા ગરમ કાંબળી પર તે પડતા તેમને પીડા ઓછી થાય માટે કાંબળીનો ઉપયોગ કરે.
જીવવિચાર // ૭૪