________________
વડે દ્રવ્ય હિંસા અને ભાવહિંસા બન્ને લાગે. આમ ગરમીનો રોગ દૂર કરી અને અંદર શરીરમાં સાતાના રાગનો રોગ ઘૂસાડી દેવાય. શરીર શોભા વધારી આત્માનું સૌંદર્યભૂલી જીવે ભયંકર ભૂલ કરી.દેરાસરમાં પણ નિસાહિબોલીને પ્રવેશ કરીને કાયાની બાહ્ય શોભા જોવાનું છોડી માત્ર પ્રભુની અંદર રહેલું અનુપમ ગુણ સૌંદર્ય નિહાળવાનું છે અને તે દ્વારા સ્વાત્માનું પણ અખૂટ– અમાપ જેની ગણના કરાય નહીં એવું સૌંદર્ય જોવાનું છે. ચામડાની આંખને બદલે પ્રવચન અંજનથી જગતને જોઈએ તો જગતનિરાળું દેખાઈ આવે. દુઃખી જીવો પર કરુણા ઊભરાય અને સંસારનું વિસર્જન થાય અને આત્મા પરમાત્મા બનવા તરફ પ્રગતિ કરે.
ઘણા જીવોને પરમાત્માની વાત ગમે છે પણ પરમાત્મા બનવું ગમતું નથી. પરમાત્મા બનવાનો સરળ માર્ગ એ છે કે પરમાત્માએ કહ્યું છે તે માનવું–સ્વીકારવું અને યાણકિત તેનો અમલ કરવો. જ્યાં સ્વીકાર છે ત્યાં સાહસ છે, જ્યાં સ્વીકાર નથી ત્યાં સાહસ નથી, તેથી સિદ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. પર સાથે જોડાયેલા પામર જીવને પરમાત્મા બનવાનો આ જ સરળ માર્ગ છે પણ તેમાં બધા સંબંધો છૂટી જાય તે જીવને ગમતું નથી. આ જ જીવની ભ્રમણા ખોટી છે. પરમાત્મ ભાવ પ્રગટ થતાં જગતના સર્વ જીવો સાથે પરમાત્માસ્વરૂપે સંબંધ બંધાય છે. અર્થાત્ બધા જ જીવો સત્તાએ સિદ્ધ છે, તેમને સિદ્ધ સ્વરૂપે સ્વીકારવાનું અને તે પ્રમાણે વર્તવાનું થાય છે. | પાણી ગાળવાથી શું લાભ થાય?
પાણી ગાળવામાં કપડું કોમળ અને જાડું રાખવું જોઈએ જેથી ત્રસ જીવોની રક્ષા થાય. (૩ અંગુલપહોળું અનેર૦અંગુલ લાંબુગરણું હોવું જોઈએ)
त्रैलोक्यमखिलं दत्वा यत् पुण्यं वेदशास्त्रे, .. कोटिगुणं पुण्णं वस्त्रपूतेन वारिपा
(પુરાણ શાસ્ત્ર) જીવવિચાર // ૭૩