________________
સ્નાનઃ,દયા રૂપી પાણીથી આત્માને પવિત્ર કરવાનું વિધાન છે. આમ દયાની લાગણીથી પશ્ચાતાપની ધારા પર ચડી અઈમુત્તા આદિ કેટલાએ કેવલજ્ઞાનને પામ્યાં.
પરસ્પર વિરુદ્ઘ દ્રવ્ય ભેગા થાય એટલે શસ્ત્ર બને. પોતે જીવદ્રવ્ય છે અને અજીવ દ્રવ્ય એવા શરીરની સાથે રહેલો છે તો તેનાથી પણ સતત છૂટવાનો ભાવ જોઈએ. જીવને અજીવ શરીરના સંયોગમાં સાતા—અસાતાની પીડા ભોગવવી પડે અને જીવ જ્યાં સુધી અજીવના સંગમાં છે ત્યાં સુધી અવ્યાબાધ સુખ ભોગવી ન શકે. મોક્ષમાર્ગમાં ત્યારે જ આવ્યા કહેવાય કે પરના સંગથી છૂટવાનો ભાવ—રુચિ હોય અને યથાશકિત આચરણ કરતો હોય.
પૂ. અર્ણિકાપુત્રાચાર્યને જ્યારે ખાતરી થઈ કે સાધ્વીજી કેવલી થયાં છે ત્યારે સૌ પ્રથમ પ્રશ્ન કર્યો કે મારો મોક્ષ ક્યારે થશે ? (બીજો કોઈ પ્રશ્ન ન ઊઠતાં મોક્ષ યાદ આવ્યો, મુક્તિ માટે કેવી તાલાવેલી ?) સાધ્વીજી ભગવંતે કહ્યું કે ગંગા પાર ઊતરતાં જેવું તેમણે સાંભળ્યું કે તરત ઉભા થઈને ચાલવા માંડયા.... તરત ગંગા પાર ઊતરવા માટે નાવમાં બેઠાં, નાવ હાલક–ડોલક થતાં લોકો કહે છે આ મુડિયો છે માટે. તરત બધાએ તેમને પકડી નદીમાં ફેંક્યા. દેવોએ ત્રિશૂળમાં ઝીલ્યાં, લોહીના ટીપાં પાણીમાં પડતાં જોઈ પારાવાર વેદના ભોગવતાં વિચાર્યું કે મને આટલી વેદના તો અતિકોમળ કાયાવાળા આ અકાયના જીવોને કેવી વેદના થતી હશે ? સત્તાએ સિદ્ધના જીવોની ઘોર આશાતના મારા નિમિત્તે ? અસંખ્ય જીવોનો સંહાર ? પશ્ચાતાપ કરતાં કરતાં શુકલ ધ્યાનમાં ચડી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.'
આચારાગ શાસ્ત્રમા જિનવચન છે, શસ્ત્રથી ન ઉ૫હત (હણાયેલું) અર્થાત્ સચિત્ત પાણીનો પીવા કે શરીરાદિની વિભૂષાર્થે ઉપયોગ ન કરવો જોઈએ.
D શ્રાદ્ધવિધિમાં શ્રાવક માટે સવિત્ત આહાર વળવોસચિત્ત આહારાદિના ત્યાગનું વિધાન છે.
જીવવિચાર // ૭૧