________________
0 અપકાયની વિરાધનાનું મુખ્ય કારણ:
અપકાયની વિરાધના મુખ્ય બે રીતે થાય. (૧) શરીરની સાતા માટે (૨) બહાર શરીરની શોભા વધે તે માટે થાય.
નાન, હાથ–પગ મોટું ધોવા માટે તથા વસ્ત્રાદિ ધોવા વિગેરેથી સાતા અને શોભા બને વધે પણ આપણને અસાતાનો બંધ પડે. પાણીના જીવોના શરીરમાં કોમળતા–શીતળતા હોય છે જ્યારે આપણું શરીર તેનાથી વિરુદ્ધ હોવાથી તેને વધારે પીડા થાય. આપણું શરીર કઠણ-કર્કશાદિ વિરુદ્ધ ગુણનું ધારક હોવાથી પીડાનું કારણ બને. સ્નાનાદિકરતાં તેનામાં તીવ્ર રાગાદિ થવાના કારણે અસાતા તથા ભાવ હિંસાનું પાપ લાગે. તેમ પાણીને જેમ તેમ ઢોળવાથી જો પાણી બે ઘડીની અંદર સૂકાય નહીં તો માટી અને પાણી ભેગા થવાથી કાદવ થાય તેથી ત્યાં નિગોદની ઉત્પત્તિ થાય સાથે સંમૂચ્છિમ ત્રણ જીવો પણ ઉત્પન થાય અને તે રીતે આપણે બીજા જીવોને જન્મ આપવામાં નિમિત્ત બનીએ. (આપણી બેદરકારી-અજયણાના કારણે) *
- વરસાદ પડે તો રાજીપો વ્યકત ન કરવો, તેમ લગાતાર પ/૧૦ દિવસ વરસાદ પડે તો હવે જલદી બંધ થાય તેવું પણ ન વિચારવું બોલવું. કારણ કે વરસાદથી જીવોત્પતિ અને વિરાધના થાય અને બંધ થયા પછી તડકા પડવાથી આનંદ વ્યકત કરવા વડે નિગોદના જીવો જે સુકાય મૃત્યુ પામે તેથી જે કઈ વિરાધના થાય તે સર્વનું પાપ આપણને લાગે.
ભગવાનની પૂજા કરવા માટે શ્રાવકોને સ્નાન કરવાનું છે પણ તે પરિમિત જલ વડે તથા જયણા વડે સ્નાન કરવાનું વિધાન છે. સ્મશાનમાં ગયા હોય તે સિવાય શાવકોને સનાનનું વિધાન નથી અને સાધુ-સાધ્વીજીઓને તો સંપૂર્ણ નિષેધ છે. જ્યારે ઈતર દર્શનોમાં આત્મ શુદ્ધિમાં સ્નાન પ્રધાન માનવામાં આવે છે. તેથી ગંગા નદીના જળમાં સ્નાન કરવાથી પાપ નાશ પામે તેવું મનાય છે. જ્યારે આપણે ત્યાં ત્યાં સાત
જીવવિચાર // ૭૦