________________
શરીર બને છે. પક્ષી પણ ઈડામાં પ્રવાહી રૂપે હોય છે, તે સચેતન પ્રવાહી રૂપ હોવાથી જ તેમાંથી શરીર નિર્માણ થાય તેવી જ રીતે પાણી પણ પ્રવાહી રૂપ સચેતન શરિરૂપ છે તેથી તે છેદન-ભેદન-દહનને યોગ્ય છે, તેમજ પીવાને યોગ્ય છે. (૨) ભૂમિખોદવાથી દેડકાની જેમ સ્વાભાવિકઉત્પન્ન થાય છે. આકાશમાં પણ માછલાની જેમ સ્વાભાવિકસહજ રીતે ઉત્પન્ન થાય છે અને વર્ષારૂપે પડે છે. (૩) પાણી સચેતન છે કેમકે ઠંડીમાં પણ પાણીમાં ઉષ્ણતા હોય છે. સરોવર કરતાં નદીમાં વધારે ઉષણતા છે જેમાં પાણી વધારે તેમ ઉષ્ણતા વધારે.
ભારતના વૈજ્ઞાનિક ડૉ. જીઓરાજ જૈને આ પાણીના વિષય પર સાત વર્ષની મહેનત પછી પાણી પોતે જીવ છે તે વૈજ્ઞાનિક રીતે પુરવાર કર્યું છે. ગરમ કરેલું પાણી સચિત્ત પાણી કરતા વધારે શીતળ થવાનું કારણ કે તેમાંથી તૈજસ શરીર નહોવાથી તે વધારે શીતળ થઈ શકે.
પરમાત્માએ કેવલજ્ઞાનમાં સર્વ જીવોના સ્વરૂપને જોઈ આપણને કહ્યું છે તેથી આપણને હવે પાણી એ જીવ છે તે સમજાવું જોઈએ અને તેમાં સિદ્ધના જીવોના દર્શન થવા જોઈએ. જીવવિચાર ભણ્યા પછી ભણેલું જ્ઞાન ત્યારે જ સાર્થક કહેવાય કે જ્યારે બધા જીવોમાં સિદ્ધના દર્શન થાય, તેની આસાતના ન કરવાનો ભાવ થાય, આસાતના ન થાય તેવા પ્રયત્ન કરવાની વૃત્તિ થાય, ત્યારે આપણામાં સમ્યગુદર્શનનાં અંશ રૂપે કરુણા પ્રગટ થઈ કહેવાય. આ કરુણા વાસ્તવિક પરમાત્મ તત્વોનો જ પ્રકાશ છે. આ જ પ્રકાશ આત્માને પરમાત્માપદને પ્રગટ કરવાનું કારણ બને છે. અર્થાત પરમાત્મા જેવા જ ગુણો મારામાં છે તો પોતાને પરમાત્મા બનવાની રુચિ પ્રગટ થાય તો સમગ્ર જીવરાશિમાં સિદ્ધપણાના દર્શન થાય, તો સિદ્ધ બનવાનો માર્ગ ખૂલ્લો થાય. અર્થાત્ જીવને જીવદ્રવ્ય પ્રત્યે કરુણા પ્રગટે અને પ્રમાદ ટળે, માટે જીવોને બચાવવાનો પુરુષાર્થ શરૂ થાય.
જીવવિચાર // ૬૮