________________
* બાદર પૃવીકાય પર્યાપથી અપકાય બાદર પર્યાપ્ત અસંખ્ય ગુણા. * બાદર પૃવીકાય પર્યાપ્તથીઃ અપૂકાય બાદર અપર્યાપ્ત અસંખ્ય ગુણા. જસમ પૃવીકાય પર્યાપ્તથી અપકાય સૂક્ષ્મ અપર્યાપ્ત વિશેષ અધિક. કામ પૃથ્વીકાય પર્યાપથી અપકાય સૂક્ષ્મ પર્યાપ્ત વિશેષ ગુણા.
અપૂકાય જીવોનું સ્થાન
સૌથી વધારે બાદર અપૂકાયના જીવો સ્વયંભૂરમણ સમુદ્રમાં છે. તિથ્વલોકમાં અસંખ્યદ્વીપ સમુદ્ર છે તેમાં અડધા રાજમાં અસંખ્ય દ્વીપ અને અર્ધરાજમાં માત્ર એક સ્વયંભૂરમણ સમુદ્ર છે. દેવોની વાવડીઓમાં અને નીચે ૧ થી ૭ મી પૃથ્વીમાં ઘનોદધિ રૂપે અપકાયના જીવો રહેલા છે. પૃથ્વીકાય કરતાં અપકાયના જીવોની સંખ્યા વધારે છે અને અપકાયના જીવોના શરીર અત્યંત કોમળ હોય છે. આથી સહજ રીતે પૃથ્વીકાય જીવોની વિરાધના કરતાં અપકાયની વિરાધનામાં પાપ અધિક લાગે. 2 અકાયના શસ્ત્રો : (૧) દ્રવ્ય શસ્ત્રઃ કૂવામાંથી કોસવડે પાણી કાઢવું, અથવા બાલદીમાંથી પાણી કાઢવું. વસ્ત્ર, વાસણ, ઉપકરણ અને ચામડાના કોસાદિ, લોખંડની કડાઈ વિગેરે ધોવા વડે તે બાદર અપૂકાય જીવોને શસ્ત્રરૂપે બને. (૨) સ્વકાય શસ્ત્રઃ કૂવા અને નદીનું પાણી ભેગું કરવામાં આવે તો અથવા સરોવર સમુદ્ર આદિ વિવિધ સ્થાનનું પાણી પરસ્પર ભેગું થાય ત્યારે તેમાં રહેલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાદિ દરેક પાણીના જુદા-જુદા હોવાને કારણે શસ્ત્ર બને. (૩) પરકાય શસ્ત્ર માટી, તેલ, ક્ષાર, સાબુ, લોટ, રાખાદિ વનસ્પતિ, અગ્નિ, પૃથ્વીકાય, વાયુકાય, ધૂમાડો વગેરે પરકાય શસ્ત્ર બને. (૪) ઉભયકાય શસ્ત્રઃ કાદવ, કચરો, ધૂળ, ચૂનો, રાખ, લારાદિના
જીવવિચાર // s
-
-