________________
જીવોના જથ્થાઓ સ્વરૂપે છે અને તે સર્વત્ર પ્રસરી જાય છે. ધુમ્મસ પડતી હોય ત્યારે હાલવા-ચાલવાની કે બીજી કોઈપણ પ્રવૃત્તિ ન થાય. (ાધ્યાય- પ્રતિકમાાદિ પણ ન થાય) હલન-ચલનાદિ કરવાથી આ જીવોની ખૂબ વિરાધના થાય તેથી મૌનપૂર્વક એક સ્થાનમાં અંગોને સંકોચીને બેસવું જોઈએ. શત્રુંજયંગિરિરાજ પર ઘણી વખત સવારના ધુમ્મસ જોવા મળે છે. આવે વખતે ધુમ્મસ પડતી હોય ત્યારે ઉપર ચડાય–ઉતરાય નહીં પણ કોઈ એક સ્થાનનો આશરો લઈ ઊભા રહેવું જોઈએ. આમ યાત્રા કરતા પરમાત્મા દાદાની પૂજા કરતાં પણ જીવ રક્ષાનો ઉપયોગ અને જીવ રક્ષાની પ્રધાન આશા સામે રાખવાથી મોટી વિરાધનાથી બચાય. (૮) વનોદવિઃ ઘી જેવું થીજેલું પાણી પૃથ્વી નીચે રહેલું છે તેના પર પૃથ્વી રહેલી છે. તે ઘનોદધિ ઘનવાત અનેતનવાતના આધારે રહેલું છે અર્થાત્ ઘનવાત તનવાતની ઉપર ઘનોદધિ છે. ઘનવાત તનવાત નીચે અસંખ્યયોજન માત્ર આકાશ છે, પછી બીજી પૃથ્વી શરૂ થાય. આમ સાત પૃથ્વી ઘનોદધિઘનવાત-તનવાતના આધારે રહેલી છે. અર્થાત્ સાત પૃથ્વી વાયુકાય જીવોના શરીરના આધારે રહેલી છે તેમજ ઉપર દેવવિમાનો પણ તનવાતને આધારે રહેલા છે. a પાણીમાં માસક્ત દેવો ક્યાં ઉત્પન્ન થાય?
પાણીની વાવડીમાં આસક્તદેવો તંદુલિયામભ્ય તરીકે ઉત્પન્ન થાય. આઠમાંદેવલોક સુધીના દેવો મેરુની વાવડીમાં સ્નાન કરવા જાય અને ત્યાંની વાવડીમાં રહેલા પાણીમાં આસક્ત બનીને ત્યાં તદુલિયા મજ્ય તરીકે સ્વયંભૂ રમણ સમુદ્રમાં ઉત્પન્ન થઈખાવાની તીવ્ર આસક્તિથી સાતમી નરકમાં જાય,
જ્યાં આખા જગતની અધિકમાં અધિક શીતળતા (ઠંડી) છે ત્યાં ઉત્પન્ન થાય. દેવો આઠમાં ઊંચા દેવલોકમાં હોવા છતાં હલકા સ્થાનમાં (તિર્યંચ ગતિમાં) ઉત્પન્ન થાય અને ત્યાથી નરકમાં સૌથી નીચા સ્થાનમાં ઉત્પન્ન થાય છે. - ઉનાળામાં બાથ, સરોવર, નદીમાં સ્નાન કરવાનું મન થાય અને તેમાં
જીવવિચાર // જ