________________
0 પૃવીકાયને પોતાના આત્માની જેમ માની પૃથ્વીકાયની રક્ષા
માટે પોતાની કાયાનો ત્યાગ કરનારા પૂ. વજઆર્યસૂરિ.
જંગલમાંથી પસાર થતા પૂ. વ્રજઆર્યસૂરિએ સામેથી સિંહ આવતો જોઈ અસંખ્ય સચિત્ત પૃથ્વીકાયની દોડવાથી વિરાધના થશે. જાણી ત્યાંજ અનસન સ્વીકારી સિંહના મુખમાં કોળીયા બની કેવલી થયા. (૨) અપૂકાય જીવોઃ * પાણીરૂપે દેહ જેને પ્રાપ્ત થયો છે તે અથવા સ્થાવર નામકર્મના ઉદયે અપૂકાય યોનિ પ્રાપ્ત થઈ છે એવા અપકાયના જીવોની પૃથ્વીકાયથી અધિક સંખ્યા છે અને આપણને તેમની સાથે વધારે રહેવું ગમે છે. અનંત ભૂતકાળમાં આપણે ત્યાં પણ દીર્ઘકાળ રહીને આવ્યાં છીએ, અને જો ફરી પાછા ત્યાં ન જવું હોય તો અપૂકાયના સ્વરૂપને જાણવું અને તેની વિરાધનાથી અટકવું અતિ જરૂરી છે. ગાથા: ૫ ભીમંત રિલબસુદર્ગ, ઓસા હિમ કર હરિતણ મહિમા હતિ ઘણોદહિમાઈ, ભયારેગા ય આઉત્સા પ
ભૂમિનું અને ગગનનું જળ, હીમ ઝાકળને કરા;
લીલી વનસ્પતિ ઉપર, જામેલ જળબિંદુ ખરા; ધુમસ, ઘનોદધિ આદિ જળના, ભેદભાખે જિનવરા. ૫
ભૂમિનું પાણી, આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, ધુમ્મસ, ઘનોદધિ વગેરે અપૂકાયના ભેદો છે. 0 અપકાય જીવોના મુખ્ય બે ભેદઃ (૧) ભૂમિનું પાણી કૂવા, નદી, તળાવ, સમુદ્ર, કહો, ખાબોચિયા વગેરેનું
પાણી.
(૨)
આકાશનું પાણી બે ભેદ. (૧) સચિત્તવર્ષ (૨) અચિત્તવર્ષા.
જીવવિચાર || રા