________________
અચિત્ત વર્ષાને કેવલી આદિ વિશિષ્ટ જ્ઞાનીઓ જાણી શકે પણ પ્રાયઃ તેનો વ્યવહાર કરે નહીં. વિહાર કરતા મહાવીર પરમાત્માએ તૃષિત સાધુઓને અચિત્ત સરોવર હોવા છતાં અનુજ્ઞા આપી નહીં. (ખોટી અનવસ્થા થાય માટે) (૩) ઝાકળ ઠંડીમાં વાતાવરણની સ્નિગ્ધતાથી રાત્રે જે ઠારરૂપે થાય તે. (૪) હિમઃ બરફ ઠંડી ઋતુમાં અતિશય ઠંડીના કારણે તથા પાણીમાં
રહેલી સ્નિગ્ધતા જે કઠિનતાને (ઘનપણાને) પામે તે. (૫) કરાઃ બરફના ટુકડા કે વરસાદ રૂપે પડે છે.
ઠંડીના વાતાવરણમાં પાણી હિમ–બરફ રૂપે જામી જાય. ઠંડીમાં સ્નિગ્ધતાનું પ્રમાણ વધી જાય ત્યારે સરોવરો બરફરૂપે બની જાય અને ગરમી પડતાં ઓગળી જાય. પાણીમાં સ્નિગ્ધતા છે. જેમ ચામડીમાં સિનગ્ધતાને રૂપ બે સાથે જ્યારે ભળે ત્યારે ચામડી મોહનું કારણ બને. તેમ પાણીમાં સ્નિગ્ધતા, શીતળતા અને કોમળતા હોવાને કારણે પાણીમાં રહેવાનું વધારે ગમે. () હરિતનું (વનસ્પતીમાંથી નીકળતું પાણી) ઉનાળામાં સવારના પહોરમાં ઘાસ પર મોતીના દાણા જેવાં બિંદુ જોવા મળે. તે જમીનને ભેદીને નીચેથી ઉપર આવે છે. ડાંગરનો પાક કાઢી લીધા પછી ખેડૂતો જમીનમાં વાલાદિ વાવે તો પાણી આપ્યા વગર જ તે ઊગી જાય છે. આમ જમીનમાં રહેલું પાણી ચૂસી લે અને એ રીતે વધે. અણાની જીવો સવારે ઘાસ પર વોકિંગ કરવા જાય છે તેનાથી તેને કર્મબંધ થાય છે. | વનસ્પતિ કાયના જીવોનો વિકાસ પાણી અને ખાતરી થાય. જ્યાં ઘસ હોય ત્યાં નીચે માટી હોય છે અને તે માટીની સાથે જ્યારે પાણી ભળે એટલે તેમાં નિગોદ તથા બીજા પણ સમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ સંભવે. (૭) ધુમ્મસઃ સમુદ્રો, નદીઓમાંથી નીકળતી પાણીની વરાળ, ઠંડી હવાને મળે ત્યારે તે વરાળ પાણીના સૂથમ ટીપામાં બદલાય છે તે ટીપાઓનો સમુહ એ જ ધુમ્મસ. પ્રાયઃ શિયાળામાં વિશેષ થાય તે અપકાયના અતિ સૂથમ બાદર
જીવવિચાર // 8