________________
મજા આવી જાય અને ત્યાં રહેવાનો વારંવાર ભાવ થાય તો તે અનુમોદનાદિ વડે ભાવિમાં પાણીના જીવ તરીકે કે તિર્યંચ પર્યાયમાં માછલાદિ જળચર પ્રાણી પણે ઉત્પન્ન થવાય તેવા કર્મનો બંધ પણ સંભવે. પાણીમાં રહેલી સ્નિગ્ધતા, શીતળતા, અને કોમળતા એ પુદ્ગલના ગુણ છે, આત્માના નથી. આત્માએ તેનું જ્ઞાન કરી તેમાં ઉદાસીનતા કેળવવાની છે.
અકાય જીવોનું સંખ્યા પ્રમાણ :
વિજ્ઞાન પાણીના એક બિન્દુમાં ૩૪૫૦ હાલતાં ચાલતાં ત્રસ જીવો માને છે પણ પાણીને અસંખ્ય જીવોના સમૂહરૂપ માનતા નથી. જ્યારે શાસ્ત્રમાં કહ્યું છે કે સાત નારકીના (અસંખ્ય) જીવો કરતાં અસંખ્યાત ગુણ અધિક અકાયના જીવો રહેલાં છે અથવા ચારે નિકાય (પ્રકારે) દેવોની સંખ્યા કરતા અસંખ્યાત ગુણ અધિક અકાય જીવો રહેલાં છે અથવા ઉત્તરમીમાંસા માન્યતા મુજબ કરોળિયાના મુખમાંથી નીકળેલા તંતુ જેવા બારિક વસ્ત્રથી ગાળેલ પાણીના એક બિન્દુમાં જે સૂક્ષ્મ જીવો છે તે જો ભ્રમર જેવડા થાય તો ત્રણ જગતમાં ન સમાય. જિનમત મુજબ એક બિંદુમાં રહેલા પાણીના જીવોને સરસવના દાણા જેટલા શરીર પ્રમાણ કરવામાં આવે તો જમ્બુદ્રીપમાં ન સમાય. પાણીના એક બિંદુમાં રહેલા ત્રસ જીવો (વિજ્ઞાન)
જીવવિચાર || ૫