________________
સંપર્કથી પાણી અચિત્ત થાય પણ તેમાં તેનું પ્રમાણ પાણીના પ્રમાણે હોવું જરૂરી છે. થોડું (અલ્પ) પ્રમાણ નાંખવાથી તે અચિત્ત ન થાય. સચિત્ત પાણીને અચિત્ત કરવામાં આવે કે તેનો ઉપયોગ કરવામાં આવે તો જીવ અદત્તનું પાપ લાગે, કારણ અકાયના જીવો તેના પ્રાણ લેવાની આપણને રજા આપતા નથી. જુદા—જુદા સમુદ્રના પાણી જુદા—જુદા રસ–સ્વાદ વાળા હોય લવણ સમુદ્રનું પાણી ખારું તથા કટુરસ યુક્ત હોય. કાલોદધિ—પુષ્કરવર સમુદ્રનું પાણી વરસાદના પાણી જેવું શુદ્ધ હોય છે. ક્ષીરવર સમુદ્રનું પાણી ખીર જેવા સ્વાદવાળું, વારુણીવર સમુદ્રનું પાણી દારૂના સ્વાદ જેવું હોય.
★
★
ઈક્ષુવર સમુદ્રનું પાણી શેરડીના રસ જેવું હોય છે. બીજા પણ શીત–ઉષ્ણ પાણી હોય તે બધા ભેગા થાય ત્યારે પરસ્પર શસ્ત્ર બને.
સાધુ ભગવંતને કોઈએ ભૂલથી સચિત્ત (કાચું) પાણી વહોરાવી દીધું હોય તો સાધુ ભગવંતોને આ ખબર પડતાં તેઓ જ્યાંથી પાણી વહોરાવીને લાવ્યા હોય તેને પાછું દેવા જાય. જો તે વ્યક્તિ ન લે તો તે વ્યક્તિને પૂછીને તે કૂવા—નદી જેનું પાણી હોય તેમાં ધીમે ધીમે પરઠવી દે.
પાણીમાં જીવપણાની ત્રણ સિદ્ધિ :
सचेतना आप:, कवचित् खातभूमि स्वाभाविक सम्भवत्वाद दर्दुरवत् ।
जह हत्थिस्स सरीरं कललावत्थस्स अहुणोववन्नस्स । जह वोदगतडगस्स व एसुवमा आउजीवाणं ॥ (આચારાંગ નિ. ૧૧૦)
(૧) જેમ હાથીનું શરીર પ્રથમ સાત દિવસ સુધી કલલ (પ્રવાહી) ચોખાના ઓસામણરૂપે હોય છે. (મનુષ્યનું પણ તે પ્રમાણે) તેમાંથી મહાકાય હાથીનું
જીવવિચાર || ૬૭