________________
* વીજળી આકાશમાં જે વર્ષાઋતુમાં અવાજ સહિત થાયતે પરસ્પર
વાદળોના ઘર્ષણથી જે વિજ પ્રગટ થાયતે. * વિહત જે પાણીના ધોધચકો પર પડવાથી તેમાંથી જે અગ્નિ પ્રગટે છે.
અગ્નિમહાવિરાધનાનું કારણ છે. તેમાં પચેજિયો–માછલાદિજીવોનો ઘણો સંહાર થતો હોય છે તથા ઈલેકટ્રીક પ્રવાહ વાયરવડે પ્રવાહિત કરવામાં શોર્ટ–શર્કિટથી પણ ઘણા જીવોનો સંહાર થાય છે. આથી ઈલેકટ્રીકસીટીનો ઉપયોગ દેરાસ, ધમનુષ્ઠાનોમાં શક્ય હોય ત્યાં સુધી ન કરવો હિતાવહ છે.દીવા વગેરે પણ અગ્નિકાય છે. તેનો ઉપયોગ કરતી વખતે પણ દીવા ખુલ્લા ન રહે તેવી રીતે જયણાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
પરમાત્માની આગી આદિમાં કે મહાપૂજામાં દીવાની રોશની કરવામાં આવે છે પણ પરમાત્માની શોભા શેમાં છે? પરમાત્માની આંગી રચવામાં કે જિનાજ્ઞા મુજબ જયણાપૂર્વક આગી કરવામાં? ખુલ્લાદીવાઓમાંત્રસજીવો પડીને મૃત્યુ પામે,ત્રસજીવોની રક્ષાનો ઉપયોગ ન હોય તો જીવો પ્રત્યેની કરુણાનો અભાવ છે, તો તે અનુષ્ઠાન દયાહીન છે તેથી આવા અનુષ્ઠાનજિનાજ્ઞાહીન હોવાને કારણે તેનો પૂર્ણપણે લાભ થાય પણવિરાધનાની વૃદ્ધિ થાય, શાસન પ્રભાવનાને બદલે વિચારકવર્ગમાં શાસન બહુમાન હણવાનું કારણ બને. 1બીજી રીતે અગ્નિના બે પ્રકારઃ (૧) નિર્યાત અગ્નિઃ વૈક્રિય અગ્નિનું આકાશમાંથી પડવું તે. (૨) સંઘર્ષ અગ્નિ લાકડાદિના સંઘર્ષથી જે અગ્નિ ઉત્પન્ન થાય તે.
આ શુદ્ધ અગ્નિ છે. આ અગ્નિ ઋષભદેવ ભગવાનના વખતમાં સૌ પ્રથમ વૃક્ષોના ઘર્ષણથી પ્રગટ થયેલ. સૂર્યકાન્ત મણિ તથા વાંસ વગેરેના ઘસારાથી પણ અગ્નિ ઉત્પન્ન થાય. યુગલિક ક્ષેત્રમાં અને યુગલિક કાળમાં
જીવવિચાર // ૭૮