________________
(૨) તિર્યંચની ૪ ભાવદિશઃ - (૧) બેઈન્દ્રિય (૨) તેઈન્દ્રિય (૩) ચઉરિન્દ્રિય (૪) પંચેન્દ્રિય. (૩) એકેજિયની ૪ ભાવદિશા
(૧) પૃથ્વીકાય (૨) અપૂકાય (૩) તેઉકાય (૪) વાયુકાય. વનસ્પતિકાયની ૪ ભાવદિશાઃ
(૧) મૂળ (૨) અઝબીજ (૩) સ્કંધ (૪) પર્વબીજ. (૫) દેવની ૧ ભાવદિશાઃ
ઉધ્વદિશા. () નરકની ૧ ભાવદિશા
અધોદિશા.
૧૮દ્રવ્યદિશા +૧૮ ભાવદિશામાં જે જીવ કર્મ, કાયા અને કષાયને આધીન બનેલો છે તે ૧૮-૧૮ દિશામાં રખડપટ્ટી કરે છે અને જે જીવ કર્મ, કાયા અને કષાય આ ત્રણથી વિરામ પામવાના પ્રયત્નવાળો બને છે તે શુભગતિ–સદ્ગતિને પામે છે અને જે સંપૂર્ણવિરામ પામવાનો પુરુષાર્થસિદ્ધ કરે તે આત્મા સિદ્ધગતિને પામે છે.
જે જીવની આત્મા તરફ ગતિ હોય તે સંયમી –સાધુ કહેવાય અને ફક્ત શરીર માટે જ ગતિ કર્યા કરે તે સંસારી કહેવાય. આથી સાધુ ભગવંત જયણાપૂર્વક ગતિ-પ્રવૃતિ કરે તો તેથી તેમને કર્મબંધન થાય.
जयं चरे, जयं चिट्टे, जयमासे जयं सये, जयं भुंजतो भासंतो, पावं कम्मं न बंधई
- (દશવૈકાલીક) જે જયણાપૂર્વક ચાલે, ઉભો રહે, સુવે, ભોજન કરે કે બોલે તેને પાપકર્મનો બંધ થતો નથી.
જીવવિચાર | ૪૯