________________
સિદ્ધ એવા જીવને સંસારી નામ કેમ આપ્યું?
જ્યાં સુધી આત્મા અન્યના સંગવાળો અર્થાત્ કર્મ, કાયા અનેકષાયના સંયોગવાળો હોય ત્યાં સુધી સંસારી કહેવાય. પૂર્વે એક વખત આત્મા શુદ્ધ હતો અને પછી તે અશુદ્ધ બન્યો તેવું નથી, અનાદિકાળથી આત્માને કર્મ–કષાય કાયાનો સંયોગ છે. જેમ ખાણમાં સોના સાથે માટી મિશ્ર છે, પછી અગ્નિ વગેરે પ્રયોગ વડે માટી અને સોનું જૂદું કરી શકાય છે. તેમ આત્માનો મૂળ સ્વભાવ પણ પોતાના (સ્વ) સ્વભાવમાં જ પરિણમન કરવાનો હોવા છતાં અનાદિથી કર્મ, કાયા અને કષાય રૂપ સંસારનો સંયોગ થવાને કારણે તેનાં આત્મગુણમાં રમણતાનો સ્વભાવ છૂટીને ભવમાં (દેહમાં) ભ્રમણ કરવાનો વિપરીત સ્વભાવ પ્રગટ થયો. અર્થાત્ રમણતાને બદલે ભવ ભ્રમણતાનો સ્વભાવ પ્રગટ થયો. જ્યાં સુધી કર્મ, કાયા અને કષાય છૂટે નહીં ત્યાં સુધી કર્મના વિપાક રૂપે કાયા ગ્રહણ કરી કષાયને આધીન થઈ ચારગતિ નરક, તિર્યંચ અને દેવ અને મનુષ્ય રૂપ સંસારમાં ભ્રમણ (સંસરણ) ચાલુ રહે. કાયા પર મમતા કરી કષાય કરે, હવે શરીર માટે જીવશે આત્માને ભૂલી, શરીર–શરીરવાળાને પકડીને ચાલશે. આત્માના સ્વભાવને ભૂલી ગયો માટે શરીર માટે ભટક્યા વગર ચેન નહીં પડે, કદાચ શરીરંથી ન ભટકવા જાય તો પણ ઈન્દ્રિયો અને મનની ચંચળતાના કારણે જગતમાં ભટક્યા કરે. કાયાથી કયાંક હોય અને મન તો ક્યાંય પહોંચી ગયું હોય એટલે જ કહ્યું છે કે કર ઉપર તો માળા ફીરતી, જીવ રે વનમાંહી, ચિત્તડુંતો ચિંહુ દિશિએ દોડે, ઈણ ભજને સુખ નાહિ... આત્માનો સ્વભાવ સ્થિર અને કર્મનો સ્વભાવ જીવને અસ્થિર બનાવવાનો છે. કેવલી ભગવંત અને તીર્થંકર પરમાત્મા પણ કાયામાં જ્યાં સુધી રહેલાં હોય ત્યાં સુધી વ્યવહારથી સંસારી પણ નિશ્ચયથી સિદ્ધનાં જીવ કહેવાય, સાધુ પણ સંસારી જ કહેવાય.
આચારાંગશાસ્ત્રમાં પૂ. સુધર્માસ્વામી શિષ્ય જંબુસ્વામીને કહે છે કે વીર પ્રભુના મુખારવિંદથી મેં સાંભળ્યું છે કે કેટલાક જીવોને સંજ્ઞા (જ્ઞાનસમજ) હોતી નથી. કર્મવશ ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં જીવોને શાન (સમજ) જીવવિચાર || ૪૭