________________
વિધ્રુમ(પરવાળા)ઃ પ્રવાલ (રેડ કોરલ) પરવાળાં દરિયાઈ બેટમાં જંતુઓના શરીરનો જથ્થો, તે મુખ્યત્વે લાલ રંગના હોય છે. જે પેસેફિક મહાસાગરમાં ઘણા જોવા મળે.
હિંગુલ(હિંગળોક): (સિંદુર) લાલ ખનીજ પદાર્થ જે સ્ત્રીઓ સેંથામાં પૂરે તે પારો અને ગંધક (સલ્ફર) બંનેનો મિશ્ર પત્થર છે. (એક શેર હિંગળોક માંથી પોણોશેર પારો નીકળે)
હરિયાલ(હડતાલ):પીળો ઝેરી ખનીજ પદાર્થ છે તેમાં ગંધક અને સોમલ નામનો ખનિજ પદાર્થ હોય છે. જે અક્ષર છેદવામાં ઉપયોગમાં આવે.
મણસિહ : આ લાલ રંગનો ખનિજ પદાર્થ છે તેના પર ગમે તેટલું પાણી છાંટવા છતાં ભીંજાય નહીં તેવો પથ્થર તેનો ઉપયોગ ઝેર બનાવવામાં કે ફટાકડા બનાવવામાં થાય છે.
રસદા(પારો) : ખાણમાં બીજી ધાતુઓ સાથે મિશ્ર પત્થરરૂપે અને શુદ્ધ સ્વરૂપે પ્રવાહીરૂપે જોવા મળે. પારો, બધાં રસોનો રાજા કહેવાય છે. (અનાજની કોઠીમાં રખાય છે.)
કણગાઈ ધાઊ : ખાણમાં હોય ત્યાં સુધી સચિત સુવર્ણાદિ વિવિધ ધાતુઓ સોનું, રૂપુ, તાંબુ, લોઢું, કલાઈ, સિરુ, જસતાધિ સાત ધાતુ. તાંબુ અને સિસૢ ભેગું કરવાથી કાસુ નામની ધાતુ બને છે. સેઢી(પડીચુનો): ખડી (ચોક) સ્લેટમાં લખવા માટેની પેન તરીકે
વપરાય.
વન્નિય(રમથી) : સોનાગપુ, લાલ માટી.
અંરણે પથ્થરના ટુકડાથી મિશ્રિત માટી. પલેવા : પોચો પથ્થર. (આ પથ્થર ઠંડો હોય છે.)
અÇય ઃ અબરખ ખાણમાંથી નીકળે તે રસાયણ. વજનમાં હલકો, પડવાળો, ચમકદાર, લીસો અને સુંવાળો હોય છે.
જીવવિચાર // પર