________________
DYીકાય જીવોના લક્ષણો :
વાળવોન, અવસાને, મત્તુય, અવğવસે ય !. अट्टविहोदयलेसा सन्नुस्सासे कसाया य ॥८४॥
(આચારાંગ નિર્યુક્તિ)
પૃથ્વીકાય જીવોને અતિસૂક્ષ્મ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન રૂપ જ્ઞાનોપયોગ તથા થીણદ્ધિ નિદ્રાનો ઉદય, અચક્ષુદર્શનનો ઉપયોગ પણ હોય, શ્વાસોચ્છ્વાસ, આઠે કર્મનો ઉદય, અશુભલેશ્યા, સંજ્ઞા, કષાય વગેરે હોય છે. પૃથ્વીકાય જીવોનું સ્થાન ઃ
n
પૃથ્વી રૂપી કાયામાં સિદ્ધાત્મા પૂરાયેલો છે. કાયા અને જીવ જુદા—જુદા સ્વરૂપે રહેલા છે. જીવ જ્યાં સુધી પૃથ્વીરૂપી કાયામાં હોય ત્યાં સુધી તે પૃથ્વીને સચિત્ત કહેવાય. સૂક્ષ્મ પૃથ્વીકાય જીવો ૧૪ રાજલોકમાં ઠાંસી ઠાંસીને અસંખ્ય રાજલોક પ્રમાણ સંખ્યામાં રહેલાં છે. આપણે જે રત્ન પ્રભા નામની બાદર પૃથ્વી પર રહેલા છીએ તે પૃથ્વી એક રાજ પ્રમાણવાળી છે. અસંખ્ય યોજન પહોળી જેમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર આવેલાં છે અને ૧ લાખ ૮૦ હજાર યોજન (ઊંડાઈ) નીચે રહેલી છે. તે પછીની છ પૃથ્વીઓ નીચે નીચે રહેલી છે અને તેનો વિસ્તાર ત્રસ નાડીની બહાર પણ વધતો જાય છે. આમ ૭ પૃથ્વી જેટલા વિસ્તારમાં સર્વત્ર બાદર પૃથ્વીકાય જીવો રહેલાં છે અને ઉપર મેરુપર્વત ૧ લાખ યોજન ઊંચો છે ત્યાં તેની ઉપર રહેલા દેવવિમાનો તેમજ ૮મી સિદ્ધશીલા નામની પૃથ્વી આવેલી છે ત્યાં પણ પૃથ્વીકાયના બાદર જીવો રહેલા છે.
પૃથ્વીકાય જીવોનું પ્રમાણ :
એક લીલા આંબળા જેટલી સચિત્ત માટીમાં રહેલા જીવોની કાયાને કબૂતર જેટલી કરવામાં આવે તો તે જંબુદ્રીપમાં પણ ન સમાય.
(૧) પર્યાપ્ત બાદર પૃથ્વીકાયની સંખ્યા—લોકાકાશ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રદેશ રાશિ પ્રમાણે છે.
જીવવિચાર // ૫૪