________________
પૃથ્વીકાય જીવોની વિરાધના સચિત્ત પૃથ્વી પર ચાલવાથી, ઊભા રહેવાથી, બેસવાથી, આડે પડખે પડવાથી, વિષ્ટા–માત્ર વિસર્જન કરવાથી, ઉપકરણ રાખવાથી, શસ્ત્રના પ્રહાર કરવાથી, પૃથ્વીને લેપ કરવાથી, શોભા કરવાથી, ખેતી આદિ ખેડવાથી તથા આયુષ્ય કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલાં ૧૦ પ્રાણોરૂપી જીવનની રક્ષાર્થે તડકાથી બચવા મંડપ બાંધવા, ખોદવું, વૃક્ષારોપણાદિ કરવા (શાતા મેળવવાર્થે) તથા લોકો તરફથી માન-સન્માન, પૂજા—સત્કાર, મોટાઈપ્રતિષ્ઠા મેળવવા મોટાઘર—બંગલા હવેલી ચિત્રાલયો, સંગ્રાહલયો આદિ વિવિધ સ્થાનો બનાવવા—શોભાવવા તથા ધનાદિ મેળવવાર્થે અનેક પ્રકારનાં કર્માદાનના ધંધા (ખાણો ખોદાવવી, કુંભાર—લુહારના કાર્યોમાં તથા ઈંટો—ચૂનો—લાદી–બનાવવા, તળાવ ખોદવા વગેરેમાં મહારંભ થાય) કરવાથી થાય. તેને જ જન્મ-મરણના દુ:ખોમાંથી મુક્ત થવા અજ્ઞાનતાને વશ જીવો જમીન ખોદી તેમાં દટાઈ જવું, પર્વતથી પડી જવું, શીલા નીચે સૂઈ જવું વિગેરેથી પૃથ્વીકાયની વિરાધના કરે છે. ઘણા જીવો ભૂમિદાનને ધર્મ માનીને દાન કરે તે પણ અજ્ઞાન મૂલક છે. ઔષધ રૂપે પણ પૃથ્વીકાયનો ઉપયોગ સર્પ ડંસાદિમાં મુખમાં રાખી ઝેર ચૂસાવા માટે જરૂર પડે અથવા ઝેર ઓકાવવા માટે માટીનો ઉપયોગ કરે ત્યારે તે માટે માટી જયણા પૂર્વક મેળ વવાની છે. બળેલી ભૂમિ, ગોમૂત્રવાળી ભૂમિ, રાફડાની માટી, હળમાં લાગેલી માટી, ઉપરના ભાગની માટી ગ્રહણ કરે કે ક્ષીર ઝરતાં વૃક્ષની નીચેની માટી પણ અચિત્ત કે મિશ્રિત તે ગ્રહણ કરે.
પૃથ્વીકાય જીવની વિરાધનાની સાથે તેની નિશ્રાએ રહેલા અટ્કાયના જીવો, વનસ્પતિકાયના જીવો (નિગોદ વિગેરે) તથા વાયુકાયના જીવો પૃથ્વીકાયને સ્પર્શે તથા બેઇન્દ્રિય, કુંથવા આદિ જે ત્રસ જીવો રહ્યાં હોય તે સર્વની પણ જાણે કે અજાણે, કારણે કે અકારણે, સંકલ્પ સહિત કે સંકલ્પ રહિત વિરાધનાની સંભાવના રહે.
જીવવિચાર // ૫૯