________________
અનુકૂળતાને મેળવવા અને પ્રતિકૂળતાને દૂર કરવા માટે પ્રયાસ કરે છે. અમુક વૃક્ષોની પાસે જઈને અવાજ કરીએ તો એને એ પસંદ નથી તો એ વૃક્ષ દુર્ગધ છોડે જેથી આપણે ત્યાંથી દૂર ભાગી જઈએ. પ્રતિકૂળતાને દૂર કરી અને અનુકૂળતા ભોગવવી. આ સંજ્ઞા અનાદિથી જીવોમાં પ્રાયઃ રહેલી હોય છે. વૃક્ષના મૂળિયા ધનના ભંડાર સુધી લંબાય છે.ત્રપણું એ પુણ્ય પ્રકૃતિ છે પણ વિકલેજિયને માટે એ ત્રસપણું પણ પાપના સર્જન માટે જ છે. અકામનિર્જરા કરે છે. દવા છાંટવાથી મચ્છર ગૂંગળાઈને મરી જાય, અતિશય વેદના ભોગવી તેથી અકામનિર્જરા થઈ.
સર્વજ્ઞ વીરપ્રભુ કેવલજ્ઞાન વડે ત્રણ લોકને જ્ઞાનથી પ્રકાશી રહ્યાં છે. ૧૪ રાજલોકમાં સર્વત્ર જીવ–અજીવરાશિ ભરેલી છે. તેથી જિનવચન છે કે તું પ્રથમ જીવોને જાણ તેમાં પણ સૌથી પ્રથમ સ્થાવરકાયને જાણ, કારણ કે સ્થાવરકાય જીવોનું પ્રમાણ સૌથી વધારે છે અને ભૂતકાળમાં આપણે પણ દીર્ઘકાળ સ્થાવરકાયમાં રહીને આવ્યા છીએ અને હાલમાં પણ વધારે સ્થાવરકાય જીવોની સાથે રહેવાનું છે. તેથી વધારેમાં વધારે વિરાધના સ્થાવરકાય જીવોની થાય છે તેથી સ્થાવરકાય જીવોને જાણ્યા વિના તેમની વિરાધનામાંથી કઈ રીતે બચાય? વધારે સુખની અનુકૂળતાની અનુભૂતિ સ્થાવરકાયજીવોની વિરાધનાવડે જ પ્રાપ્ત થાય છે તેથી જો સ્થાવરકાયજીવોના સ્વરૂપને જાણવામાં ન આવે તો તેની વિરાધનાથી બચી શકાશે નહીં.
સતત સ્થાવરકાયની વિરાધના કરનારને સ્થાવરમાં જ ઉત્પન્ન થવાનો પ્રાયઃ પ્રસંગ આવે. આથી ગ્રંથકારશ્રીજીએ થાવરા નેયા શબ્દ લખીને સ્થાવરકાય જીવોને અવશ્ય જાણવાનું ફરમાવ્યું છે. ગ્રંથકારશ્રીજીએ પ્રથમ ત્રસકાય જીવોની વ્યાખ્યા કરી પછી સ્થાવર કાય જીવોની વ્યાખ્યા કરી તેની પાછળ પણ રહસ્ય રહેલું છે. સ્થાવરકાય જીવો એ પાપ પ્રકૃતિના ઉદયવાળા જીવો છે અને ત્રસકાય જીવો પુણ્ય પ્રકૃતિના ઉદયવાળા છે. જીવ જ્યારે પણ મોક્ષને પ્રગટ કરશે ત્યારે ત્રસકાયમાં માત્ર મનુષ્ય ભવ માંથી જ કરી શકશે.
જીવવિચાર // ૪૧