________________
કરશે ત્યારે જ એ સિદ્ધ બનશે. સિદ્ધ બનવાની પ્રક્રિયા આ જ છે. સમગ્ર ૧૪ રાજલોક સ્થાવર જીવ અને ત્રસ જીવથી ભરેલો છે અને એ તેમનો કર્મકૃત પર્યાય છે. આત્માના સહજ સ્વરૂપને જાણીને કર્મકૃત પર્યાયપર હેય પરિણામ અને સત્તાગત શુદ્ધ જીવો પ્રત્યે ઉપાદેય પરિણામ લાવવો પડશે. વધારેમાં વધારે આત્માઓ સ્થાવરમાં રહેલા છે ને વધારેમાં વધારે વેદના નિગોદના જીવો અનુભવે છે. આત્માનો સ્વભાવ તો આનંદનું વેદન કરવાનો છે શાનાની પૂરણ પાવનો વર્જિત સકલ ઉપાધિ અને વર્તમાનમાં કર્મની ઉપાધિના કારણે આત્મા કર્મકૃત વેદના અનુભવે છે. (૧) મુક્ત જીવો સિદ્ધના જીવો માત્ર શુદ્ધ સિદ્ધ સ્વરૂપે છે બાકી બધા જીવો સત્તાએ સિદ્ધ છે પણ વ્યવહારથી સંસારી છે માટે સિદ્ધના જીવોને મુક્ત જીવો કહ્યાં છે. અનાદિ આઠ કર્મોના સંયોગથી સદા માટે જેઓ મૂકાયા છે તે મુક્ત, અર્થાત્ કર્મના કારણભૂત એવા જે કષાયો અને કર્મનો વિકાર ઔદારિકાદિ કાયા એટલે કે કર્મ–કષાય–કાયા આ ત્રણથી સંપૂર્ણ અને સદા માટે જે મૂકાયા છે તે મુક્ત જીવો.
તેથી તો સંસારી જીવો સિદ્ધોને નમસ્કાર કરે છે. આથી અરિહંત પરમાત્માના આત્મા પણદીક્ષા ગ્રહણ કરતી વખતે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરે છે. આથી પૂ. શાંતિસૂરિ મહારાજ વંદના કરતી વખતે પોતાના આત્માને સત્તાએ સિદ્ધના જીવતરીકે અને મહાવીર પરમાત્માને લોકાંતે રહેલા પાંચમા અનતે સિદ્ધના જીવોની સાથે રહેલા વીરપરમાત્માના આત્મ પ્રદેશોમાં રહેલા જ્ઞાનાદિ ગુણોને વંદના કરે છે. પૂ. શાંતિસૂરિ મહારાજે ત્રણ ભુવનમાં દીપક સમાન એવા વીર પ્રભુને જે ભાવ વંદના કરી તો તે ભાવ વંદનાનું સ્વરૂપ કેવું હતું તે પ્રથમ વિચારવાનું છે. સર્વજ્ઞ પરમાત્મા જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ છે અને પોતે જ્ઞાનાદિ ગુણથી અપૂર્ણ છે તેથી પૂર્ણતાને માટે વંદના કરી રહ્યાં છે. તેથી જેને વંદના કરવાની હોય તે મય બન્યા વગર સાચી ભાવ વંદના થાય નહીં. વંદના માત્ર ગુણની પૂર્ણતાને જ કરવાની છે. આથી અરિહંતો સિદ્ધો
જીવવિચાર // ૩૯