________________
જાય ત્યારે ઉર્ધ્વગતિ વડે ૧૪ રાજલોકના છેડે ૪૫ લાખ યોજન પ્રમાણ લોકાંત સિદ્ધક્ષેત્ર પર આવી સદા માટે સ્થિર થઈ જાય છે.
જૈન દર્શન તથા અન્ય દર્શનની મોક્ષ માન્યતાઃ
(૧) સાંખ્ય દર્શન ઃ આત્મા (પુરુષ–પ્રકૃતિ) જુદાં થાય એટલે મોક્ષ માને છે. પ્રકૃતિમાંથી જ્ઞાન આત્મામાં પ્રગટ થાય, આથી આત્મા જ્ઞાનાદિ ગુણથી રહિત થાય એટલે મોક્ષ. આત્માની મુક્ત અવસ્થા. તેઓ આત્માને નિર્ગુણ માને છે. (૨) બૌદ્ધ દર્શન : આત્માના અસ્તિત્વના અભાવરૂપ મુક્ત અવસ્થાને માને છે. (૩) વેદ દર્શન : વેદાંતવાદીઓ માત્ર ભેદજ્ઞાનમાં મુક્તિ માને છે. આમ મોક્ષ વિષે દરેકની જુદી જુદી માન્યતા છે.
(૪) જૈન દર્શન : જ્યારે સર્વજ્ઞ કથિત જૈન શાસન સિદ્ધ અવસ્થા એટલે આત્માની પૂર્ણ શુદ્ધ, મુક્ત, આનંદ અને સુખથી ભરેલી અવસ્થાને માને છે. અન્ય દર્શનોમાં પણ મોક્ષ માર્ગની સાધના કરનારા સાધુ–સંતો જોવા મળે પણ સાધના કરતાં માર્ગનું પૂર્ણ, શુદ્ધ, સત્ય જ્ઞાન ન હોવાના કારણે આગળ જતાં મોક્ષ વિષે અટવાય છે. જો આત્માનિર્ગુણ હોય તો ત્યાં જઈને કરવાનું શું ? તેથી તેઓ આગળ વધતા નથી માટે સમાજ—દેશ સેવાદિ કાર્યોમાં જોડાઈ જાય છે.
સિદ્ધ થતાં પૂર્વે આત્મા જે કાયામાં રહેલો હોય તે કાયામાં તેના આત્મપ્રદેશો વિસ્તાર પામેલા હોય છે. સિદ્ધ થતી વખતે તે શરીરનો ૧/૩ ભાગ સંકોચાઈ જાય. ૫૦૦ ધનુષ્યની કાયાવાળા સંકોચાતા ૩૩૩.૧/૩ ઘન ભાગમાં આત્મ પ્રદેશો સ્થિર થયેલાં ઉર્ધ્વગતિ કરતાં લોકાંતે જઈ અટકીને પૂર્વે રહેલા અનંતા અરૂપી શુદ્ધ આત્માઓ સાથે ભળીને ત્યાં સદા માટે રહે છે.
લોકાંતે જ્યાં સિદ્ધાત્માઓ રહેલાં છે, ત્યાં જ પાંચે સૂક્ષ્મ સ્થાવરકાયનાં જીવ અને બાદર વાયુકાયનાં જીવો જ્યાં પોલાણ છે ત્યાં સર્વત્ર ઠાંસી-ઠાંસીને રહેલાં હોય છે. એ સ્થાનમાં પાંચમે અનંતે રહેલા સિદ્ધના જીવો અનંત સુખનું વેદન કરનારા હોય અને ત્યાં જ રહેલા શરીરધારી સ્થાવર (સંસારી) જીવો જીવવિચાર || ૩૭