________________
જીવવિચાર એટલે જ જીવનો વિચાર કરી જીવને જીવતો રાખવો તે સર્વ જીવ પરનો મહા અનુગ્રહ છે અને સર્વ જીવોનો વિચાર કરી સર્વ જીવોને જીવતા રાખવા એ મહા અનુગ્રહ છે. જીવના સ્વરૂપને જાણવું તે જીવનો સ્વભાવ છે. જિનાજ્ઞા છે, લોયનો શાતા બન.જીવ, જીવને જાણવાનું છોડી અજીવને જાણવામાં વધારે રસ ધારણ કરી સંસાર વધારે છે. શાળા કોલેજમાં પ્રાયઃ કરીને અજીવને જ જાણવાની વાતો હોય છે, જ્યારે પાઠશાળામાં જીવજીવાદિ પદાર્થો જાણવાં સમજવા મળે પણ શાળા-કોલેજમાં હોંશે હોંશે જવાય ને પાઠશાળા – જિનવાણી સાંભળવામાં કંટાળો આવે !! જે જીવને ત્રણેકાળ જીવતો માને છે તેને પછી મરણનો ભય જ ન રહે. દ્રવ્ય અને ભાવ બન્ને મરણથી મુક્ત થવાનું છે. મિથ્યાત્વાદિભાવમરણ છે. દેહમાં રહું છું પણ દેહમાં રહેવાનું નથી, તેમાંથી નીકળવાનું છે તેથી મરણનો ભય પણ રહે નહીં. પ્રભુનું વચન છે કે સદા જીવે તે જીવ અને જે મરે છે તે મારું નથી. તેથી હું ભવિષ્યમાં પણ આવનાર છે. આમ મરણનો ભય ટળવાથી ચિત્ત સમાધિપણાને પામે. સમ્યગદર્શનનું લક્ષણ શમ છે તેની પ્રાપ્તિ થાય. માટે જિનના એકએકવચન ગ્રહણ કરવાથી સમાધિનાકારણભૂત શમની પ્રાપ્તિ થાય. a જીવની શુદ્ધ-અશુદ્ધ અવસ્થા
જીવ એજીવદ્રવ્યરૂપે પદાર્થ છે, તેની મુખ્ય બે અવસ્થા છે. એક શુદ્ધ અવસ્થા અને બીજી અશુદ્ધ અવસ્થા. આત્મ દ્રવ્ય અરૂપી એવું શુદ્ધ દ્રવ્ય અનાદિથી છે અને અનાદિકાળ સુધી રહેવાનું છે તેને રૂપી એવા આઠ કર્મોના સમૂહનો સંયોગ થયો છે અને કર્મનોવિપાકરૂપે આત્માને ઔદારિકાદિદેહમાં પૂરાઈને રહેવું પડે છે. વિવિધ ભવમાં તે દેહ બદલાતો જાય અને નવા-નવા દેહમાં આત્મા પાછો પૂરાતો જાય. આ રીતે અનાદિકાળથી જન્મ-મરણ રૂપી ચક્ર ચાલુ જ છે. કર્મ, કષાય અને કાયારૂપ અશુદ્ધિ અવસ્થામાંથી સદા માટે નીકળી પોતાની શુદ્ધ નિરજન, નિરાકાર, અરૂપી અને ચિદાનંદમય શુદ્ધ અવસ્થા રૂપ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી આત્મા પરિભ્રમણ કરતો બંધ થઈ
જીવવિચાર || ૩૬