________________
અનત દુઃખને વેદનારા હોય છે. જે શરીરથી રહિત તે કર્મ-કષાયથી રહિત. કષાયથી ભાવ પીડા અને શરીરથી દ્રવ્ય પીડા આત્મા અનુભવે છે. સિદ્ધો કર્મ-કષાયથી રહિત હોવાથી દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારની પીડાથી રહિત છે. સિદ્ધના જીવો જ્યાં રહેલા છે ત્યાં કાર્મણ વર્ગણા પણ રહેલી છે પરંતુ સિદ્ધના જીવો એક પણ કાર્મણ વર્ગણાને ગ્રહણ કરતાં નથી અર્થાત્ હવે શુદ્ધ સિદ્ધ થયેલાં સિદ્ધના જીવને કોઈપણ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કંઈ પણ અસર થાય નહીં. આથી જ સિદ્ધના જીવો કોઈનાથી પીડા પામતા નથી અને કોઈની પીડામાં નિમિત્ત બનતા નથી. માટે આપણે કોઈની પીડામાં નિમિત્ત ન બનીએ અને કોઈથી પીડા ન પામીએ એ જ વહેલામાં વહેલી તકે સિલ બનવાનો ઉપાય છે. આથી સર્વ જીવોમાં સિદ્ધ સ્વરૂપના દર્શન કરવા અર્થાત્ સર્વ જીવોને સત્તાએ સિદ્ધ માનવા માટે જ જીવ વિચાર ભણીને સર્વ જીવોનું જ્ઞાન મેળવી શુદ્ધ જીવદયા પ્રગટાવી જીવમય બની અજીવ કાયાથી સદા મુક્ત થવાનું છે.
. જીવોના મુખ્ય બે ભેદઃ | મુક્ત અને સંસારી (નવા મુત્તા સંસળિો ય) મુવત્તિ= મોવના મુવા બે શબ્દોથી સમગ્ર જીવરાશિને જણાવી દીધી, ૧૪રાજલોકનું સમગ્ર સ્વરૂપ બતાવી દીધું, વર્તમાનમાં આપણે જીવાજીવતેજીવ અને અજીવ બન્ને સાથે) છીએ એટલે જીવ વિચારને સમજીને આપણે આપણા આત્માને માત્ર જીવમય બનાવવાનો છે અને અજીવથી છૂટવાનું છે. નવતત્ત્વમાં પણ પ્રથમ ગાથામાં જીવાજીવ શબ્દ લખીને જીવ અને અજીવ બન્ને બતાવી દીધાં. પાપ, આશ્રવ, બંધ વગેરેથી જીવ અજીવમય બન્યો અને સંવર,નિર્જરા, મોક્ષ દ્વારા જીવમય બનાવવાની પ્રક્રિયા બતાવી દીધી. સિદ્ધના આત્મા સિદ્ધ થઈ ચૂક્યા છે એને કાંઈ કરવાનું નથી પણ સંસારી જીવોને સિદ્ધ બનવાનું છે એટલે એણે સંસારી જીવોનું સ્વરૂપ જાણવું પડે અને એતમામ જીવો પણસિદ્ધ સ્વરૂપી જ છે એટલે આપણો આત્મા આ બધા જ જીવો સાથે સિદ્ધ જેવો વ્યવહાર
જીવવિચાર // ૩૮