________________
ઢાળ મળે તે તરફ ઢળી જાય, વાયુકાયના જીવો વાયુ જે રીતે ફરે તે રીતે ગતિ કરે અગ્નિકાયની જવાળા રૂપે ગતિ, વનસ્પતિ રૂપે વેલડીને જે રીતે ઉપર ચડવાનું આલંબન મળે તે રીતે ચડે. આમ સ્થાવરકાય જીવો પણ ગતિ કરવાના સ્વભાવવાળા હોવા છતાં કીડી આદિની જેમ ઈચ્છા મુજબ ગતિ કરી શકતા ન હોવાથી તેઓ સ્થાવર છે.
n સ્થાવરકાય જીવોની મુખ્ય બે પરાધીન અવસ્થા : (૧) કોઈ પણ પ્રકારની ઇચ્છા મુજબ જીવી ન શકે. (૨) પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના સ્થાવર જીવો અસંખ્ય અને અનંત જીવોની સાથે મોટાભાગે રહેલા હોય છે, અર્થાત્ એકલા સ્વતંત્ર રહી શકે નહીં. સ્થાવરકાય જીવોને જ્ઞાનનો અતિ અલ્પાંશભાગ ઉઘાડો હોય બાકી બધા જ્ઞાનાદિ ગુણો ઢંકાયેલા હોવાથી એ સૌથી અધિકમાં અધિક દુઃખ ભોગવવાની કર્મકૃત્ અવસ્થાવાળા છે. કારણ કે જેમ જેમ આત્માના ગુણો કર્મોથી ઢંકાય–દબાય તેમ તેમ આત્માની મૂંઝવણ વધતી જાય તેથી દુ:ખ પીડા વધે. આપણો આત્મા પણ સૌથી વધારે કાળ સ્થાવરકાયમાં રહીને આવ્યો છે અને હજી પણ જે કંઈ વ્યવહાર ચલાવવાનો છે, સુખ–અનુકૂળતા પ્રાપ્ત કરવાની છે, તેમાં મોટા ભાગનો હિસ્સો સ્થાવર કાય જીવોનો જ રહેવાનો છે. તેથી એક બાજુ સ્થાવરકાયની વિરાધના પણ વધારે થાય અને જો સાવધાન થવાય તો દયાનો પરિણામ પણ સૌથી વધારે.
સ્થાવર કાયના મુખ્ય બે ભેદ સૂક્ષ્મ અને બાદર ઃ
સૂક્ષ્મ નામકર્મના ઉદયથી સૂક્ષ્મ પરિણામી જે પુદ્ગલ છે, તે પુદ્ગલની કાયાનો જે સંયોગ થવો તે સૂક્ષ્મ સ્થાવરકાય કહેવાય. જે અસંખ્યાતા કે અનંતા શરીરો ભેગા થાય તો પણ તેનું શરીર છદ્મસ્થ જીવોની ઈન્દ્રિયોનો વિષય ન બને, પણ વિશિષ્ટ અવધિજ્ઞાનીઓનો જ તે વિષય બને. જ્યારે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય બાદર હોય, અસંખ્યાતા જીવો ભેગા થાય ત્યારે ઈન્દ્રિયોથી જોવાય કે અનુભવાય. સૂક્ષ્મ જીવો છેદન, ભેદન અને દહનને અયોગ્ય છે અને અંતર્મુહૂર્ત આયુષ્યવાળા
જીવવિચાર || ૪૩