________________
- mય = જાણવા યોગ્ય. -હેય = આત્માને જે અહિતકારી હોય તે છોડવા યોગ્ય. – ઉપાદેય = આત્માને જે હિતકારી હોય તે ગ્રહણ કરવા યોગ્ય.
આ શેયર્હેય–ઉપાદેય એ સમ્યગદર્શનને પ્રાપ્ત કરાવવામાં મુખ્ય ચાવીરૂપ છે. કોઈ પણ પદાર્થ–વસ્તુ પ્રથમ સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે શેયરૂપ બને. પછીતે હેય–ઉપાદેયરૂપ બને. હેયમાં ત્યાગની રુચિ અને ઉપાદેયમાં ગ્રહણની રુચિ. જેમકે સોનાનું ઘરેણું તે પૃથ્વીકાયનું મડદું છે માટે આત્મા માટે હેયરૂપ છે તેથી તેમાં છોડવાની રુચિ હોવી જોઈએ.
| જીવનો વિચાર કરતી વખતે બધાય જીવોની સાથે આપણા પોતાના જીવનો પણ વિચાર કરવો જોઈએ. ૧૪ રાજલોકજીવરાશિથી ભરેલો છે અને તે બધા જીવો સત્તાએ સિદ્ધ સ્વરૂપી છે. તેથી સર્વજ્ઞના વચનથી દરેક જીવ સિદ્ધ સ્વરૂપી છે તે વાત સ્વીકારવાની છે. जारिसो सिद्ध सहावो, तारिसो होइ सव्व जीवाणं
(પૂ.સિદ્ધસેન દિવાકરસૂરિ મ.સા.) જેવું સિદ્ધના જીવોનું સ્વરૂપ–સ્વભાવ છે તેવું જ સર્વ જીવોનું પણ સમાન સ્વરૂપ–સ્વભાવ (સત્તાએ) છે. પૂ.સિદ્ધસેન દિવાકરસૂરિએ તો દરેક જીવ રાશિ પર બહુમાન ભાવ લાવવાનું કહ્યું છે. બહુમાન ભાવ ન આવે તો તેની સાથે ઔચિત્ય વ્યવહાર ન થાય. પરમાત્માએ સર્વ જીવોની સાથે ઔચિત્ય વ્યવહાર કરીને અને અંતરમાં તેમને સિદ્ધ સ્વરૂપી માની સમતાની સાધના વડે જ પરમાત્મપદ (સિદ્ધપદ) પ્રાપ્ત કર્યું અને તેવા પ્રકારનો જ ઉપદેશ જગતના ભવ્ય જીવોને આપ્યો. વ્યવહારથી મૈત્રાદિ ભાવરૂપ ધર્મ અને નિશ્ચયથી સમતાધર્મ. સર્વ જીવોને સમદષ્ટિથી સ્વીકારી તેવા પ્રકારનો જ વ્યવહાર કરવો. જેમ પ્રતિમામાં પરમાત્માના દર્શન કરતાં તેની આસાતના કરતાં નથી તેમ જીવ માત્રને સિદ્ધ સ્વરૂપ માની તેની આસાતના બંધ કરવાની છે અને તેમાં પણ સૌ પ્રથમ પોતાના આત્માની આસાતના બાંધ કરવાની છે.
જીવવિચાર | ૩૫