________________
ત્રસને સ્થાવર મળી, સંસારીના બે ભેદ છે; પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુને વનસ્પતિકાય છે,
એ પાંચ ભેદો થિર રહે, તે સ્થાવરોના થાય છે. ૨
જીવના સ્વરૂપને પ્રગટ કરતાં ગ્રંથકારશ્રીજી ફરમાવે છે કે જીવો બે પ્રકારે છે. મુક્ત (સિદ્ધ) અને સંસારી. જે સંસારી જીવો છે તે બે પ્રકારે છે, ત્રસ અને સ્થાવર. સ્થાવર જીવો પાંચ પ્રકારે જાણવાં (૧) પૃથ્વીકાય (૨) અપૂકાય (૩) અગ્નિકાય (૪) વાયુકાય અને (૫) વનસ્પતિકાય. a જીવ કોને કહેવાય?
પ્રાણોને ધારણ કરે તે જીવપ્રાણીબે પ્રકારે, દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. આયુષ્ય કર્મના ઉદયેદ્રવ્ય પ્રાણોને જીવ ધારણ કરે અને આયુષ્યની પૂર્ણતાની સાથે જીવ દ્રવ્ય પ્રાણોને અવશ્ય છોડી દે છે. આથી દરેક ભવમાં જીવ દ્રવ્યપ્રાણોને નવા ધારણ કરે અને ધારણ કરેલા પ્રાણોને છોડે, પણ આત્મામાં ભાવપ્રાણરૂપે જે ગુણો સત્તા કે પ્રગટ રૂપે રહેલાં છે તે ભાવ પ્રાણ વડે સદા જીવે તે જીવ કહેવાય. અવવનબાવનિ, કોવિનિત જોવા
આપણો આત્મા અનંત ભૂતકાળમાં પણ જીવતો હતો, વર્તમાનમાં પણ જીવે છે અને અનંતા ભવિષ્યકાળમાં પણ જીવતો રહેશે. આત્માનો કદી નાશ (મૃત્યુ) થતો નથી. જે નાશ થાય છે તે દ્રવ્યપ્રાણ શરીરાદિનો થાય છે. પણ આત્મદ્રવ્ય અનુત્પન્ન છે તેથી તે અવિનાશી અલયસ્થિતિવાળુંદ્રવ્ય છે, અર્થાત્ શાશ્વત છે. 0 જીવ દ્રવ્ય શું છે?
ગ્રંથકાર જીવ દ્રવ્ય શું છે તેનું સામાન્યથી લક્ષણ બતાવી જીવની પ્રતીતિ કરાવે છે. દ્વાદશાંગીનું પ્રથમ અંગે આચારાંગ શાસ્ત્ર છે. તેમાં પણ વીર પ્રભુએ જીવદ્રવ્યનું અસ્તિત્વ જણાવેલ છે. જીવતે જીવ ચેતના લક્ષણો જીવ કહ્યું છે. જીવના અસ્તિત્વનો પ્રતીતિરૂપ પરિણામ થવો તે સમ્યગદર્શનનું
વિવિચાર // ૩૩ :