________________
મળવાથી તે સુખી થઈ શકે નહીં. આથી મોહનો પ્રતિપક્ષ એ જિનશાસન છે અને તે જ જીવને સુખી બનાવી શકે તેથી પરમાત્માએ ભાવના ભાવી કે સર્વ જીવોને જિનશાસનના રસિયા બનાવું
જૈનશાસન અર્થાત્ જિનનું શાસન.રાગ, દ્વેષ, મોહથી સંપૂર્ણપણે જેઓ મૂકાયા છે તે જિન અને તેનું શાસન એટલે તેની આજ્ઞા જીવોને રાગ–ષ, મોહથી મુક્ત કરવાના સ્વભાવવાળું જૈન શાસન એટલે જગતના પૂર્ણ સનાતન સત્યને પ્રકાશ કરનારું અને તે પ્રમાણે જ આચરણ કરવાવાળું શાસન છે. આવા શાસનનો સ્વીકાર જેઓ સાચી સમજણપૂર્વક કરે અને તે પ્રમાણે આચરણ કરે તો સર્વથા મોહમુક્ત બની સર્વ દુઃખ મુક્ત બની સદા શાશ્વત સુખના ભાગી બને. માટે તત્વથી જૈનશાસન સમજી સ્વીકારી જે પાળે તેને આ જિન શાસન મુક્તિનું અવશ્ય કારણ થાય.
અનાદિકાળથી જીવ પર મોહનું શાસન ચાલે છે તેને દૂર કરીને જિનનું શાસન સ્થાપવાનું છે. માટે તો જિનની આજ્ઞા એ જ છે કે તું તત્ત્વનો પરિચય કર, જીવ-જીવને જાણ અને જીવમય બની જ. એટલે જીવોને જાણી તેની જયણા કર અને આ જયણા ધર્મસમજવા માટે જીવવિચાર ભણવું અત્યંત જરૂરી છે. કારણ કે જીવોને જાણ્યા વગર જીવોની જયણા કઈ રીતે પાળશું? જીવાદિતત્ત્વને જાણવા દ્વાદશાંગીરૂપ આગમ જાણવું-ભણવું જરૂરી છે અને આગમને જાણવાની યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અલ્પ બુદ્ધિવાળા જીવો માટે જીવવિચાર પ્રકરણ ભણવું જરૂરી છે. તેથી પૂ. શતિસૂરિ મહારાજ પ્રજ્ઞાપના આદિ મૂળ આગમ ગ્રંથોના આધારે આપણને જીવનું કઈક સ્વરૂપ કહેવા માટે આરંભ કરે છે. ગાથાઃ ૨ -
છવા થતા સંસારિગો ય, તસ થાવરા ય સંસારી. પડવી જલ જલ વાલ, વટાઈ થાવરા નેયા૨
જીવવિચાર | ૩૨