________________
પરિપૂર્ણ ન્યાય અપાયો ન પણ હોય, ક્યાંક પૂરેપૂરી સ્પષ્ટતા થયેલી ન હોય, ક્યાંક કદાચ તેઓ શ્રીમદ્દના અભિપ્રાય કરતાં કો'ક વિપરીત ભાવ જ લખાઈ ગયો હોય તો પરમપવિત્ર શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ કે તેઓ શ્રીમદ્દના આશય વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તેનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ દઉં છું, તેમજ પ્રાજ્ઞ સજ્જનોને તેનું પરિમાર્જન કરવા નમ્ર અરજ કરું છું.
સચ્ચારિત્ર ચૂડામણિ, સિદ્ધાંતમહોદધિ સુવિશુદ્ધ બ્રહ્મચારી સ્વ. આ. ભગ, શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપા નિરંતર વરસતી રહી છે. વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ આરાધ્ધપાદ આચાર્યદિનેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની અમીદ્રષ્ટિએ પ્રસ્તુત કાર્યના ઉલ્લાસને નિરંતર જીવંત રાખ્યો છે. કર્મસાહિત્ય નિપુણમતિ, અધ્યાત્મરસિક પૂ. આચાર્ય ભગવંત શ્રી ધર્મજિસૂરીશ્વરજી મહારાજાનો અનુગ્રહ સતત ગતિશીલ રહ્યો છે. પ્રભુભક્તિરસિક ઉદારદિલ પૂ. પંન્યાસપ્રવર (હાલ સ્વ. પૂ. આ. શ્રી વિ.જયશેખરસૂ. મ. સા.ની) હૂંફાળી હુંફ પ્રાપ્ત થતી રહી છે. આ બધા પૂજ્ય ઉપકારી ગુરુભગવંતો, ઉપરાંત સિદ્ધાંતદિવાકર, પરમોપકારી પૂ. આ. ભગ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા પણ આ અવસરે આર્તવ્ય છે. પ્રારંભના લગભગ ૧૭ ફમાં જેટલું મેટર અને પછીના છપાયેલા ફર્યા તપાસી આપીને તેઓ શ્રીમદે ઉપકારોની શૃંખલામાં વધારો કર્યો છે. કુશાગ્રી પૂજ્યપાદ જયસુંદર વિ. મહારાજાની તાર્કિક બુદ્ધિનો કેટલાંક વિષમસ્થળોએ સ્મરણીય સહકાર સાંપડ્યો છે. પ્રસ્તુત કાર્યદરમ્યાન સહવર્તી પ્રત્યેક મુનિભગવંતોની અનેકવિધ સહાય પ્રાપ્ત થઈ છે.
શ્રી અંધેરી ગુજરાતી જૈનસંઘ, ઈલબ્રિીજ (મુંબઈ) એ પોતાને ત્યાં થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરેલ હતી. એમને ધન્યવાદ.
આખા ગ્રંથના અધ્યયન બાદ આ પ્રસ્તાવના પુનઃ વાંચી જવાની હું પ્રત્યેક વાંચકોને નમ્ર પ્રાર્થના કરું છું. આ ગ્રંથોનો ભાવાનુવાદ-સંપાદન વગેરે કરવાથી જે પુણ્યપ્રાગભારનું ઉપાર્જન થયું હોય તેના પ્રભાવે ભવ્યજીવો ધર્મની પરીક્ષા કરીને સદ્ધર્મનો નિર્ણય કરી, અસદ્ધર્મની પક્કડમાંથી મુક્ત બને અને સ્વ પરનું કલ્યાણ સાધે એ જ શુભેચ્છા.
ગુરુપદકજકિંકર મુનિ અભયશેખર વિજય (હાલ આ.વિ. અભયશેખરસૂરિ)