________________
૧૧૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ अत एव भवाभिष्वङ्गानाभोगासङ्गतत्वादन्यावर्त्तापेक्षया विलक्षणमेव चरमावर्ते गुरुदेवादिपूजनं વ્યવસ્થિત, ત, યોવિન્દ્રો (7ો. ૨૨-શ્વર) – एतद्युक्तमनुष्ठानमन्यावर्तेषु तद् ध्रुवम् । चरमे त्वन्यथा ज्ञेयं सहजाल्पमलत्वतः ।। एकमेव ह्यनुष्ठानं कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन भोजनादिगतं यथा ।। इत्थं चैतद् यतः प्रोक्तं सामान्येनैव पञ्चधा । विषादिकमनुष्ठानं विचारेऽत्रैव योगिभिः ।। विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् । गुर्वादिपूजाऽनुष्ठानमपेक्षादिविधानतः ।।
विषं लब्ध्याद्यपेक्षात इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाद् ज्ञेयं लघुत्वापादनात्तथा ।। તાત્પર્ય એ છે કે જેમ નિયાણા વિના સૂત્રોક્તવિધિપૂર્વક કે ભાવસ્તવ પરના અનુરાગપૂર્વક કરતા જિનભવન વગેરે ઉચિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવરૂપ બને છે, (પછી ભલે ને ભાવસ્તવ (ચારિત્ર)ની પ્રાપ્તિને હજુ ઘણી વાર હોય તેમ ભાવઆજ્ઞાના અનુરાગરૂપ આંશિકભાવયુક્ત અપુનબંધકને ભાવઆજ્ઞાપ્રાપ્તિમાં ઘણું વ્યવધાન હોવા છતાં દ્રવ્યઆજ્ઞા હોવામાં કોઈ વાંધો નથી. ભાવસ્તવના અનુરાગરૂપ ભાવાંશયુક્ત ઉક્ત ઉચિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવરૂપ એટલા માટે બને છે કે જે સર્વથા ભાવશૂન્ય હોય તે અનુષ્ઠાનો જ વિપરીત હોય છે. અર્થાત્ તે અનુષ્ઠાનો જ ભાવસ્તવનું કારણ બનતા ન હોઈ મુખ્યતયા દ્રવ્યસ્તવ પણ હોતા નથી.
(ચરમાવર્તવર્તી અનુષ્ઠાનોમાં વિલક્ષણતા) વળી આમ ચરમાવર્તમાં ભાવઆજ્ઞાને ઘણું વ્યવધાન હોવા છતાં અપુનબંધકાદિ જીવોને દ્રવ્યઆજ્ઞા સંભવતી હોય તો જ, ચરમાવર્તમાં થતાં ગુરુદેવ વગેરેના પૂજનરૂપ અનુષ્ઠાન ભવાભિમ્પંગ અને અનાભોગથી મુક્ત હોઈ અન્ય આવર્ગોમાં થતાં અનુષ્ઠાનો કરતાં જે વિલક્ષણતા ધરાવે છે તે સંગત બને, કેમકે નહીંતર તો ચરમાવર્તના પૂર્વાર્ધમાં અચરમાવર્ત કરતાં દ્રવ્યઆજ્ઞા વગેરે રૂપ બીજી કોઈ વિશેષતા પ્રાપ્ત થઈ ન હોવાથી તે પૂર્વાર્ધભાવી અનુષ્ઠાનોમાં પણ કોઈ વિલક્ષણતા ન આવે, પણ એ વિલક્ષણતા હોવી યોગબિન્દુ(શ્લોક ૧૫ર થી ૧૬૨)માં આ રીતે કહી છે
અન્ય=અચરમ આવર્તામાં અનુષ્ઠાન અવશ્ય ભવાભિવંગ અને અનાભોગ યુક્ત હોય છે. ચરમાવર્તમાં તે સ્વાભાવિક કર્મબંધયોગ્યતા રૂપ મલ અલ્પ થયો હોવાના કારણે એના કરતાં જુદા પ્રકારનું હોય છે, તે જાણવું. દેવપૂજા વગેરે રૂપ એકનું એક જ અનુષ્ઠાન જુદા જુદા કર્તાને આશ્રીને બદલાઈ જાય છે. જેમ કે તેના તે જ ભોજનથી રોગીને બળની હાનિ થાય છે અને નિરોગીને પુષ્ટિ થાય છે. અનુષ્ઠાન બદલાઈ જવાની આ વાત આના પરથી પણ સિદ્ધ થાય છે કે ચરમ-અચરમ આવર્તની વિવક્ષા વિના પણ સામાન્યથી જ પતંજલિ વગેરે યોગીઓએ આ બાબતમાં અનુષ્ઠાનના વિષાદિ પાંચ ભેદ કહ્યા છે. અપેક્ષા વગેરેથી કરાતા ગુરુપુજનાદિ અનુષ્ઠાનના વિષ, ગર, અનનુષ્ઠાન, તહેતુ અને અમૃત એ ભેદો છે. લબ્ધિ વગેરેની અપેક્ષાના કારણે અનુષ્ઠાન વિષ બને છે, કેમ કે (૧) તે નિર્મળ