________________
૨૮૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ हिति? गोयमा! चत्तारि पंच तिरिक्खजोणियमणुस्सदेवभवग्गहणाई संसारमणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिहिति जाव अंतं काहेति ।' इत्येवंभूतः पाठोऽस्ति ।।
हेयोपादेयवृत्तावपि केषुचिदादर्शष्वयमेव पाठोऽस्ति । आदर्शान्तरे च - "अतिदुष्करतपोविधानेऽपि किल्बिषदेवत्वं निर्वर्तितवानिति, उक्तं च प्रज्ञप्तौ - 'जइ णं भंते० ।" इत्यादिरचनया पाठोऽस्ति ।
एवं स्थिते सति मध्यस्था गीतार्था इत्थं प्रतिपादयन्ति यदुत - भगवत्यादिबहुग्रन्थानुसारेण परिमितभवत्वं जमालेञ्जयते, सिद्धर्षीयवृत्तिपाठविशेषाद्यनुसारेण चानन्तभवत्वमिति तत्त्वं तु तत्त्वविद्वेद्यम् इति । परं भगवतीसूत्रं प्रकृतार्थे न विवृतमस्ति, तत्सांमुख्यं च वीरचरित्रादिग्रन्थेतेषु(थेषु) दृश्यते, संमतिप्रदर्शनं त्वर्थद्वयाभिधानप्रक्रमेऽप्येकार्थापुरस्कारेणापि संभवति, यथा
ક્ષય કરીને ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ ! ચાર પાંચ તિર્યંચયોનિ - મનુષ્ય દેવ ભવગ્રહણમાં સંસારમાં રખડીને પછી સિદ્ધ થશે યાવત્ અંતક્રિયા કરશે.”
આવો પાઠ છે. હેયોપાદેયાવૃત્તિની પણ કેટલીક પ્રતોમાં આ જ પાઠ છે. વળી તેની બીજી પ્રતમાં અતિદુષ્કરતપ કરવા છતાં પણ તેણે કિલ્બિષદેવપણું ઊભું કર્યું. પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “ગરૂ vi અંતે !” ઈત્યાદિ” ભગવતીના આવા પાઠપૂર્વકનો જ પાઠ મળે છે.
(વૃત્તિપાઠો અંગે ગીતાર્થોનું પ્રતિપાદન) આ રીતે જુદા જુદા પાઠો મળતાં હોવાથી મધ્યસ્થ ગીતાર્થો આવું પ્રતિપાદન કરે છે- “ભગવતીસૂત્ર વગેરે ઘણા ગ્રન્થોને અનુસરીને જમાલિના પરિમિત ભવો જણાય છે. સિદ્ધર્ષિ ગણિ મહારાજની વૃત્તિના તે તે પાઠ વગેરેને અનુસરીને અનંતા ભવો જણાય છે.” આમાં સાચું રહસ્ય તો તત્ત્વજ્ઞો જાણી શકે, તેમ છતાં જે પ્રતમાં દેવકિલ્બિષકપણું અને અનંતભવ એ બે વાત કહી ભગવતીસૂત્રની સાક્ષી આપી છે, તેમાં પણ તે સાક્ષીથી માત્ર દેવકિલ્બિષિકત્વનું સમર્થન કર્યું છે, અનંત ભવનું નહિ. (તેથી અનંત ભવની સાક્ષી તરીકે ભગવતીસૂત્ર ટાંકનાર ટીકાકાર પણ તે સૂત્ર પરથી પણ જમાલિના અનંત ભવ હોવાનો જ અર્થ કાઢે છે એવું કહેવું નહિ.) અનંત ભવનું સમર્થન કર્યું નથી એ વાત વીરચરિત્ર વગેરે ગ્રન્થોમાંથી જણાય છે.
(બે પ્રસ્તુત વાતોમાંથી શાસ્ત્રસંમતિપ્રદર્શન માત્ર એકનું સંભવે) બે પ્રસ્તુત બાબતોમાંથી એક બાબતને આગળ કર્યા વગર બીજી બાબત અંગે જ શાસ્ત્રની સંમતિ દેખાડવી એ પણ સંભવિત છે, અસંભવિત નથી, જેમ કે તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં (૨-૧૭)
१. गौतम ! चत्वारि पंच तिर्यग्योनिकमनुष्यदेवभवग्रहणानि संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यति यावदन्तं करिष्यति । २. यदि भदन्त०