________________
૧૨૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ पराभिमतस्य सम्यक्त्वाभिमुखस्येवापुनर्बन्धकादेः सर्वस्यापि धर्माधिकारिणो योग्यतया तत्त्वप्रतिपत्तेर्मार्गानुसारिताया अप्रतिघातात्, मुख्यतत्त्वप्रतिपत्तेश्च मेघकुमारजीवहस्त्यादावपि वक्तुमशक्यत्वात् । तस्मात्संगमनयसारादिवदतिसंनिहितसम्यक्त्वप्राप्तीनामेव मार्गानुसारित्वमिति मुग्धप्रतारणमात्रम्, अपुनर्बन्धकादिलक्षणवतामेव तथाभावाद्, अन्यथा तादृशसंनिहितत्वानिश्चयेऽपुनर्बन्धकाधुपदेशोऽप्युच्छिद्यतेति सकलजैनप्रक्रियाविलोपापत्तिः ।
किञ्च, बीजादीनां चरमपुद्गलपरावर्त्तभावित्वस्य तत्प्राप्तावुत्कर्षत एकपुद्गलपरावर्त्तकालमानस्य तेषां सान्तरेतरत्वभेदस्य च प्रतिपादनान सम्यक्त्वातिसंनिहितमेव मार्गानुसारित्वं भवतीति नियमः श्रद्धेयः । तदुक्तं पञ्चमविंशिकायाम्
बीजाइकमेण पुणो जायइ एसुत्थ भव्वसत्ताणं । णियमा न अन्नहा वि हु(उ) इट्ठफलो कप्परुक्खुव्व ।।
તત્ત્વપ્રતિપ્રત્તિથી શૂન્ય હોવાના કારણે માર્ગાનુસારી હોતા નથી.” - પૂર્વપક્ષીની એ વાતનું નિરાકરણ જાણવું, કેમ કે તેવું કહેનાર પૂર્વપક્ષીને પણ જે સમ્યકત્વાભિમુખ મિથ્યાત્વીઓ માર્ગાનુસારી તરીકે માન્ય છે તેઓની જેમ અપુનબંધક વગેરે બધા ધર્માધિકારીઓમાં પણ તત્ત્વપ્રતિપત્તિની યોગ્યતા હોવાના કારણે ઔપચારિક તત્ત્વપ્રતિપત્તિ તો હોય જ છે. “મુખ્ય (અનૌપચારિક) તત્ત્વપ્રતિપત્તિ હોય તો જ માર્ગાનુસારિતા હોય એવું જો માનવાનું હોય તો તો મેઘકુમારના જીવ હાથી વગેરેમાં પણ તેઓ હજુ મિથ્યાત્વી હોવાથી તેવી તત્ત્વપ્રતિપત્તિ કહી શકાતી ન હોવાથી માર્ગાનુસરિતા પણ કહી શકાશે નહિ. તેથી “જેઓ સંગમ-નયસાર વગેરેની જેમ સમ્યકત્વની અત્યન્ત નજીક હોય તેઓ જ માનુસારી છે.” એવું કહેવું એ તો મુગ્ધજીવોને માત્ર ઠગવાની જ વાત છે, કેમ કે વાસ્તવમાં તો અપુનબંધકાદિના લક્ષણયુક્ત જીવો જ માર્ગાનુસારી હોય છે, નહીંતર તો તેવા સંનિહિતપણાના નિશ્ચયની ગેરહાજરીમાં અપુનબંધકાદિને ઉદ્દેશીને આદિધાર્મિક ઉચિત આચારોના અપાતા ઉપદેશનો જ ઉચ્છેદ થઈ જશે, કેમ કે તે અપુનબંધકાદિને તો પૂર્વપક્ષીએ ધર્માધિકારી જ માન્યા ન હોઈ ધર્મનો ઉપદેશ પણ શેનો દેવાનો? અને સમ્યક્ત્વી જીવો તો એનાથી ઊંચી ભૂમિકાએ પહોંચી ગયા હોઈ તેઓ માટે પણ એ ઉપદેશ અયોગ્ય છે. તેમજ સમ્યકત્વાભિમુખ જીવોનો તો નિશ્ચય થઈ શકતો નથી. અને જો આ રીતે એ ઉપદેશનો વિચ્છેદ થઈ જાય તો તો સંપૂર્ણ જૈન પ્રક્રિયા જ ઊડી જશે. વળી બીજ વગેરે ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રાપ્ત થાય છે તેનાં, તેની પ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટથી એક પુદ્ગલ પરાવર્ત સંસાર જ બાકી હોય છે તેનાં અને તે બીજ-અંકુર વગેરે સાન્તર (કાલના વ્યવધાન સહિત) કે નિરન્તર (વ્યવધાન વિના) પ્રાપ્ત થાય છે તેનાં શાસ્ત્રોમાં મળતાં પ્રતિપાદનથી જણાય છે કે “માર્ગાનુસારિતા સમ્યકત્વને અતિસંનિહિત જ હોય છે એવો નિયમ શ્રદ્ધેય નથી. પાંચમી વિશિકામાં કહ્યું છે કે –
१. बीजादिक्रमेण पुनर्जायते एषोऽत्र भव्यसत्त्वानाम् । नियमान्नान्यथाऽपि खल्विष्टफल: कल्पवृक्ष इव ॥