________________
૨૪૧
કવિલા ઈત્યંપિ૦' વચનનો વિચાર संपन्नम्, 'इह' शब्दस्यास्पष्टार्थवाचकत्वेन श्रोतुः कपिलस्य परिव्राजकदर्शनेऽपि किञ्चिद्धर्मोऽस्ति इत्यवबोधात्, अन्यथा कपिलः परिव्राजकवेषं नाग्रहीष्यत्, तस्य धर्मचिकीर्षयैव तद्वेषोपादानात् राजपुत्रत्वेनान्यकारणासंभवात्। ततश्च कापिलीयदर्शनप्रवृत्तिः, सा च कपिलस्य मरीचेरन्येषां च महाऽनर्थकारणं, कुप्रवचनरूपत्वात्, तदेतदेवंभूतं वचनमुत्सूत्रमिश्रं, मरीच्यपेक्षया सूत्रत्वेऽपि कपिलापेक्षया उत्सूत्रत्वाद् । 'मम पार्श्वे मनाग्धर्मोऽस्ति' इति देशविरतस्य मरिचेरभिप्रायान्मरीच्यपेक्षया हि सत्यमेवैतत्, 'परिव्राजकदर्शने मनाग्धर्मोऽस्ति' इति कपिलस्य बुद्धिजनकत्वेन कपिलापेक्षया चासत्यरूपमेवेति ।
तदसत्, उत्सूत्रकथनाभिप्रायेण प्रवृत्तस्यास्य वचनस्य मायानिश्रितासत्यरूपस्योत्सूत्रत्वाद् । आपेक्षिकसत्यासत्यभावाभ्यामुत्सूत्रमिश्रितत्वाभ्युपगमे च भगवद्वचनस्यापि तथात्वप्रसङ्गात् । तदपि हि भगवतस्तद्भक्तानां चापेक्षया सत्यं पाखण्डिनां चापेक्षयाऽसत्यमिति । अथ भगवता वचनं
વેશ પરિવ્રાજકનો હોઈ એ વચનથી દેશવિરતિનું નહિ પણ પરિવ્રાજકદર્શનનું કંઈક ધર્મ તરીકે પ્રતિપાદન થયું, કેમકે, “હ” શબ્દ કોઈ ચોક્કસ પદાર્થને જણાવનાર ન હોઈ સાંભળનાર કપિલને તો “પરિવ્રાજક દર્શનમાં પણ કંઈક ધર્મ છે' એવો બોધ થયો. “કપિલને એ દર્શનમાં પણ ધર્મનો કંઈ બોધ થયો નહોતો એવું ન કહેવું, કેમ કે તો પછી એ પરિવ્રાજક વેષ પણ લેત જ શા માટે? કારણ કે રાજપુત્ર એવા તેણે એ લેવામાં “ખાવા પીવાની ચિંતા મટી જશે' વગેરે રૂપ અન્ય કારણ સંભવતું ન હોવાથી ધર્મની ઇચ્છાથી જ તે વેષ લીધો હોવો જણાય છે. આમ એમાં એને ધર્મનો બોધ થવાથી પછી એમાંથી કાપલીયદર્શન નીકળ્યું. જે કુપ્રવચનરૂપ હોઈ કપિલ, મરીચિ અને બીજા અનેકોના મહાઅનર્થનું નિમિત્ત બન્યું. આમ મરીચિનું તે વચન ઉસૂત્રમિશ્ર હતું, કેમ કે મરીચિની અપેક્ષાએ તે સૂત્રરૂપ હોવા છતાં કપિલની અપેક્ષાએ ઉસૂત્ર હતું. મારી પાસે દેશવિરતિરૂપ આંશિક ધર્મ છે, એવો દેશવિરત મરીચિનો અભિપ્રાય હોવાથી તેની અપેક્ષાએ તો એ સત્ય જ હતું. તેમજ કપિલને “પરિવ્રાજક દર્શનમાં કંઈક ધર્મ છે' એવી બુદ્ધિ, કરાવનાર હોઈ કપિલની અપેક્ષાએ તે અસત્ય પણ હતું જ. માટે એ ઉસૂત્રમિશ્ર હોવાથી અનંત સંસારના બદલે અસંખ્ય સંસારનું કારણ બન્યું.
(માયા નિશ્ચિત અસત્યરૂપ તે ઉસૂત્ર જઃ ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ આવો પૂર્વપક્ષ ખોટો છે, કેમકે ઉસૂત્ર બોલવાના અભિપ્રાયથી બોલાયેલું આ વચન માયાનિશ્રિતઅસત્ય રૂપ હોઈ ઉત્સુત્ર જ હતું. વળી તમે કહ્યું એ પ્રમાણે આપેશિક સત્યત્વ-અસત્યત્વના કારણે જ એને જો ઉસૂત્રમિશ્ર માનવાનું હોય તો તો ભગવાનના વચનને પણ તેવું જ માનવાની આપત્તિ આવશે, કેમકે એ પણ ભગવાન અને ભગવાનના ભક્તોની અપેક્ષાએ સત્ય હોવા છતાં પાખંડીઓની અપેક્ષાએ તો અસત્ય જ હતું. અર્થાત્ દેશવિરતિની અપેક્ષાએ બોલાયેલું વચન પણ કપિલને જેમ