Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 311
________________ ૨૬૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ शाब्दबोधस्याकाङ्क्षां विनाऽनुपपत्तेः । न ह्येकत्रानन्तवारभवग्रहणाभ्युपगमेऽप्येकवारभ्रमणमेव वक्तुं युक्तं, स्थानभेदेन तत्स्थानावच्छिन्नाधिकृतक्रियाजन्यव्यापारोपहितकाललक्षणवारभेदाद् । विजातीयस्थानगमनानन्तरिततज्जातीयस्थानावच्छिन्नभ्रमणक्रियाजन्यभवग्रहणव्यापारोपहितो यावान् कालस्तावत एकवारत्वाभ्युपगमे च 'तिर्यश्वनन्तवारं भ्रान्तः' इति वदत एव व्याघातः । किञ्चैवं 'बहवो जीवा नित्यनिगोदेष्वनन्तवारं जन्ममरणानि कुर्वन्ति' इत्याद्यखिलप्रवचनवचनविलोपप्रसङ्ग इति न किञ्चिदेतत् । किञ्च 'च्युत्वा ततः पञ्चकृत्वः' इत्यादिश्लोकैकवाक्यतया हि 'चत्तारि पंच' इत्यादिभगवतीसूत्रं त्वया व्याख्यातुमिष्टं, तथा च तत्र विजातीयभवान्तरिततया तिर्यक्षु पञ्चवारमेवानन्तभवग्रहणसिद्धिरिति सर्वेषामपि प्रत्यनीकानामीदृशमेव संसारपरिभ्रमणं सिध्येत्, न त्वनन्तान्यान्यभवान्तरितभवबहुलं, यतो અર્થાત્ અનંતભવગ્રહણ થાય તેનો “પાંચ વાર તિર્યંચ ભવગ્રહણ થયું” એવો ઉલ્લેખ કરી શકાતો નથી. કારણ કે પાંચવાર શબ્દ પરથી તેવો શાબ્દબોધ એવા પ્રકારની આકાંક્ષા વિના થઈ શકતો નથી. એક જાતિમાં અનંતવાર જન્મગ્રહણ માનવામાં પણ એક વાર જ ભ્રમણ થયું એમ કહેવું તો યોગ્ય નથી જ, કેમ કે “વાર' એટલે તે તે સ્થાનમાં થયેલ ભ્રમણાદિરૂપ અધિકૃત ક્રિયાથી પેદા થયેલ વ્યાપારરૂપ ઉપાધિવાળો કાળ. અર્થાત્, આવો કાલ હોય ત્યાં સુધી એકવાર કહેવાય. તેથી જ્યારે સ્થાન બદલાય છે ત્યારે “વાર' પણ બદલાઈ જ જાય છે. વચમાં “વિજાતીય સ્થાનમાં જવા રૂપ અંતર પાડ્યા વિના તે તે જાતિવાળા સ્થાનમાં થયેલ ભ્રમણક્રિયાજન્ય ભવગ્રહણ વ્યાપાર રૂપ ઉપાધિથી જેટલો કાળ યુક્ત હોય તે ‘એકવાર' કહેવાય એવું માનવામાં તિર્યંચોમાં અનંતવાર ભમ્યો' એવું વચન બોલી જ શકાશે નહિ. કારણ કે વચ્ચે વચ્ચે જવા રૂપે પણ વિજાતીયમાં કંઈ અનંતવાર જઈને અનંતવાર તિર્યંચોમાં ભમ્યો એવું કહેવાનું તાત્પર્ય હોતું નથી. વળી “વારનો આવો અર્થ કરવામાં તો “ઘણાં જીવો નિત્યનિગોદમાં અનંતવાર જન્મ મરણો કરે છે” ઇત્યાદિ પ્રવચનના અખિલ વચનોનો લોપ જ થઈ જશે, કેમ કે હંમેશા નિગોદમાં જ રહેલા તે જીવોના જન્મ-મરણો તમારી વ્યાખ્યા મુજબ “એક જ વારના” જન્મમરણ રૂપ છે. તેથી આવી બધી વ્યાખ્યા કસ વગરની છે. (અન્ય પ્રત્યેનીકોનો પણ સમાનસંસાર જ માનવાની આપત્તિ) વળી ‘ટ્યુત્વા તતઃ...' ઇત્યાદિ શ્લોકને અવિરોધી અર્થવાળું હોવા રૂપે “ચત્તારિ પંચ...” ઇત્યાદિ ભગવતી સૂત્રની વ્યાખ્યા કરવી એ તમને ઈષ્ટ છે. અને એ પ્રમાણે તો એમ જ નક્કી થાય છે કે વચ્ચે વચ્ચે વિજાતીય ભવનું અંતર પડવા પૂર્વક તો તિર્યંચભવોમાં પાંચ વાર જ અનંતભવ થવાના છે. આના પરથી ફલિત એ થશે કે બધા પ્રત્યેનીકો વિજાતીયભવનું આ રીતે અંતર પડવા પૂર્વક જ અને પાંચ વાર જ અનંત ભવ ભમે છે, બીજી કોઈ રીતે ઓછાવત્તા વિજાતીયભવોના અંતપૂર્વક ઓછાવત્તા અનંતભવ

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332