________________
૨૮૧
જમાલિના સંસારભ્રમણનો વિચાર मात्रेणावशिष्टानन्तभवकल्पनस्याप्रामाणिकत्वात्, स्थूलभवाभिधानमात्रमेतदित्यत्र प्रमाणाभावात् । न च 'दूरानिवृतिमेष्यति' इति वचनानुपपत्तिरेवात्र प्रमाणम्, आसनतादूरतयोरापेक्षिकत्वात् । किञ्च - दूरपदं विनाप्येवंविधोऽर्थोऽन्यत्र दृश्यते । तदुक्तं सर्वानन्दसूरिविरचितोपदेशमालावृत्तौ -
"तिर्यक्षु कानपि भवानतिवाह्य कांश्चिद्देवेषु चोपचितसञ्चितकर्मवश्यः । लब्ध्वा ततः सुकृतजन्मगृहे विदेहे जन्मायमेष्यति सुखैकखनि विमुक्तिम् ।।" इति ।
यत्तु-जमालेः साक्षात्तीर्थकरदूषकस्यापि पञ्चदश भवाः सुबाहुकुमारस्य च जिनाज्ञाराधकस्यापि षोडश भवा इति जिनाज्ञाराधनाऽपेक्षया तद्विराधनमेव सम्यग् - इति परस्याभिधानं तदविवेकमूलं, एवं हि दृढप्रहारिप्रभृतीनां घोरपापकारिणां तद्भवमुक्तिगामित्वं, आनन्दादीनां च देवભ્રમણની વાત શાસ્ત્રોક્ત ન હોવાથી મનની મરજી પ્રમાણે જ કલ્પવાની રહે છે અને તેથી જ એ અપ્રમાણ છે. “એ પરિમિત ભવભ્રમણ જે કહ્યું છે તે તો સ્થૂલ ભવોની અપેક્ષાએ જ કહ્યું છે' એવું પણ ન કહેવું, કેમકે એવું હોવામાં કોઈ પ્રમાણ નથી. - “જો પંદર ભવમાં જ એની મુક્તિ થઈ જવાની હોય તો ચિરકાળે મોક્ષ પામશે” એ વચન અસંગત બની જાય. તેથી એ વચનને સંગત કરવું એ જ ઉક્ત બાબતમાં પ્રમાણ છે. અર્થાત્ એને સંગત કરવા માટે એવું માનવું જ પડે છે કે ભવોની એ સંખ્યા પૂલ ભવોની અપેક્ષાએ છે. બાકીનો લાંબો કાળ એ નાના ભાવોમાં જ પૂરો કરવાનો છે' - આવી દલીલ પણ યોગ્ય નથી, કેમ કે આસન્નતા અને દૂરતા એ બે આપેક્ષિક પદાર્થો છે. અર્થાત્ પોતાની શુદ્ધ આરાધનાના બળે જેટલા કાળે મુક્તિમાં જઈ શકાત એની અપેક્ષાએ એ પંદર ભવનો કાળ પણ ચિરકાળ હોવાથી એવાં અનંતા નાના ભવોની કલ્પના વગર પણ એ વચન સંગત બની શકે છે. વળી જમાલિ અંગેની આ વાતનો “દૂર' શબ્દ વિના પણ અન્યશાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે. જેમ કે શ્રીસર્વાનંદસૂરિ મહારાજે ઉપદેશમાલાની રચેલી વૃત્તિમાં કહ્યું છે કે
“ભેગા કરેલા કર્મદલિકોના જથ્થાને વશ થઈ કેટલાક ભવો તિર્યંચમાં અને કેટલાક ભવો દેવલોકમાં કરીને પછી સુકૃત કરવા માટે જન્મગૃહ સમાન એવા મહાવિદેહમાં જન્મ પામી આ (જમાલિ) સુખની અજોડ ખાણ સમાન મુક્તિને પામશે” તેથી ‘દૂર' શબ્દની સંગતિ કરવા માટે અનંતભવની કલ્પના કરવી એ યોગ્ય નથી.
(ઓછાવત્તા ભવો પર આરાધક-વિરાધકનું સારાનરસાપણું નથી) તીર્થકર ભગવાનુને સાક્ષાત્ દોષ દેનાર જમાલિને જો માત્ર પંદર ભવો જ હોય તો તો જિનાજ્ઞાની આરાધનાની અપેક્ષાએ વિરાધના જ કરવી સારી” એવું ફલિત થઈ જશે, કારણ કે જિનાજ્ઞાના આરાધક એવા પણ સુબાહુકુમારને સોળ ભવો કહ્યા છે. - આવું કથન એ અવિવેકમૂલક જાણવું, કેમકે આ રીતે તો “દઢપ્રહારી વગેરે ઘોર પાપીઓ તદ્દભવમાં મોક્ષે ગયા અને આનંદાદિ શ્રાવકો દેવ-મનુષ્યભવના