________________
જમાલિના સંસારભ્રમણનો વિચાર
૨૭૯ 'जया णं भंते तेसिं देवाणं इंदे चयइ से कहमिआणि पकरेइ? जाव चत्तारि पंच सामाणिआ तं तं ठाणं उवसंपज्जित्ता णं विहरंति' इत्यादि जीवाभिगमसूत्रेऽन्येषु च बहुषु स्थानेषु तयोः 'सत्तट्ठ भवग्गहणाई सत्तट्ठ पयाई' इत्यत्र सप्ताष्टपदयोरिव संकेतविशेषादेकसंख्यावाचकत्वसिद्धेः । 'पंच तिरिक्खजोणियमणुस्सदेवभवग्गहणाई' इत्यादिकोऽप्यादर्शान्तरे पाठोऽस्ति, तत्र च शङ्कालेशस्याप्यभाव एव । __नन्वेवमपि पञ्चशब्दो गतित्रयानुरोधेन त्रिगुणितः किं पञ्चदशभवाभिधायकः? उत तिर्यग्योनिकदेवसंबन्धिनौ द्वौ द्वौ भवौ एकश्च मनुजसंबन्धी, अथवा त्रयो भवास्तिर्यक्संबन्धिनः, एको देवसंबन्धी, एकश्च मनुष्यसंबंधीत्येवं पञ्चभवाभिधायकः? इत्येवं सन्देहानिवृत्तिरेवेति चेत् ? न, शास्त्रव्युत्पन्नस्यैतादृशसन्देहानुदयाद्, द्वन्द्वसमासस्य सर्वपदप्रधानत्वेन प्रत्येकमेव पञ्चसङ्ख्यान्वयाद्, अनेनैवाऽभिप्रायेण 'च्युत्वा ततः पञ्चकृत्वः' इत्याद्यभिधानात् ।
આ સૂત્ર આ પ્રમાણે -“હે ભગવન્! જ્યારે તે દેવોનો ઇંદ્ર ચ્યવે છે ત્યારે તે દેવો હવે શું કરે છે? યાવત. ચાર-પાંચ સામાનિક દેવો તે તે સ્થાને સંભાળીને વિહરે છે.”
આ બને સૂત્રોમાં રહેલ “ચાર-પાંચ' શબ્દ “અનંત'ને તો જણાવતા જ નથી, કેમ કે પૃથ્વીકાયિકજીવો કે સામાનિક દેવો અનંત હોવા ક્યારેય સંભવતા નથી). તેમ છતાં એ કોઈ જ સંખ્યાને જણાવતો નથી અને સાવ નિરર્થક જ છે એમ પણ કહી શકાતું નથી. (કેમ કે સૂત્રમાં નિરર્થક શબ્દ પ્રયોગ હોતો નથી.) માટે એ શબ્દોને કોઈ એક સંખ્યાના વાચક માનવા જ પડે છે. એ જ રીતે પ્રસ્તુતસૂત્રમાં પણ તે બે શબ્દો ચોક્કસ સંખ્યાના વાચક છે. વળી બીજી પ્રતમાં તો “પંચ નિરિવરનોfણય-મજુસ્સતેવમવહારૂં' ઇત્યાદિ પાઠ પણ દેખાય છે, તેથી તેમાં તો શંકાનો અંશ પણ નથી એ જાણવું.
(પાંચ” શબ્દ અંગે અન્ય પ્રશ્નો અને ઉત્તરો). પૂર્વપક્ષ આ રીતે અનંતભવ હોવાનો અર્થ ન કાઢો તો પણ પાંચ' શબ્દ ત્રણ ગતિના અનુરોધથી ત્રણ સાથે ગુણાકાર પામી શું પંદર ભવને જણાવે છે? કે તિર્યંચ અને દેવના બળે તેમજ મનુષ્યનો એક એમ પાંચ ભવને જણાવે છે? કે તિર્યંચના ત્રણ, દેવનો એક તેમજ મનુષ્યનો એક એમ પાંચ ભવને જણાવે છે? એવો સંદેહ તો ઊભો જ રહે છે તેનું શું?
ઉત્તરપક્ષઃ શાસ્ત્રવ્યુત્પન્નવ્યક્તિને આવો સંદેહ પડતો જ નથી. દ્વન્દ્રસમાસ સર્વપદપ્રધાન હોઈ પાંચ સંખ્યાનો તેના ઘટક તિર્યંચયોનિઆદિ ત્રણે પદોમાં અન્વય થાય છે. આ અભિપ્રાયથી જ “યુવી તતઃ પશ્ચત્વ:' ઇત્યાદિ કહ્યું છે.
१. यदा भदन्त ! तेषां देवानामिन्द्रश्च्यौति स कथमिदानी प्रकरोति? यावच्चत्वारः पञ्च सामानिका देवास्तत्तत्स्थानमपसंपद्य विहरन्ति । २. सप्ताष्टभवग्रहणानि, सप्ताष्टपदानि । ३. पञ्चतिर्यक्योनिकमनुष्यदेवभवग्रहणानि ।