Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 321
________________ ૨૭૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ वसट्टे णं भंते ! जीवे एवं चेव, एवं मायावसट्टेवि, एवं लोभवसट्टेवि, जाव अणुपरिअट्टइ' (भ० श० १२, उ० ૨) રૂચાલિસૂત્રામપિ તથાdી પરિતિ ! ननु यद्येवं 'चत्तारि पंच...' इत्यादिसूत्रे जमाले नन्तभवविषयता तदा निर्विषयता स्यात्, चतुःपञ्चशब्दाभ्यामेकार्थाऽनभिधानादिति चेत् न, 'सिअ भंते! जीवे जाव चत्तारि पंच पुढवीकाइआ एगतओ साहारणसरीरं बंधंति, एगतओ पच्छाहारेंति परिणामेंति वा सरीरं वा बंधंति? गो० णो इणढे समढे । सिअ भंते जाव चत्तारि पंच आउक्काइआ, एवं सिअ भंते जाव चत्तारि पंच तेउक्काइआ' इत्यादिषु सूत्रेषु भगवत्यां, થાવત્ સંસારમાં રખડે છે. એ જ રીતે માનવશાસ્તે, માયાવશાર્ત અને લોભવશારૂં જીવ અંગેના પ્રશ્નો અને સંસારમાં રખડે છે ત્યાં સુધીના એના ઉત્તરો જાણવા.” આ સૂત્રમાં પણ અંતે મોક્ષગમનની વાત કરી નથી. અને તેમ છતાં એને અભવ્ય અણગાર રૂપ અણગાર વિશેષવિષયક માની શકાતું નથી, કેમકે એમાં એક વાર સાચો અણગાર બની ગયેલો જીવ પણ અસંવૃત્ત બને તો શું થાય તેની વાત છે. અભવ્ય તો ક્યારેય સાચો અણગાર બન્યો હોતો નથી. (“ચાર-પાંચ” શબ્દમાં પણ સંકેતવિશેષથી એકસંખ્યાવાચકત્વ) શંકાઃ “ચત્તારિ પંચ..” ઇત્યાદિસૂત્ર જમાલિના અનંતભવોને જણાવનારું નથી એવું જો આ રીતે સિદ્ધ થશે તો “એ કશું જ જણાવનારું નથી એવું પણ સિદ્ધ થઈ જશે, કેમ કે “ચાર અને પાંચ એ બે શબ્દો ભવોની કોઈ એક ચોક્કસ સંખ્યારૂપ અર્થ તો જણાવતાં જ નથી. સમાધાન આવી શંકા ન કરવી, કારણ કે જેમ “સાત આઠ ભવો (મનુષ્યગતિની બાબતમાં) સાત-આઠ પગલાં (શક્રેન્દ્ર શક્રસ્તવ વખતે આગળ આવે છે તે બાબતમાં) વગેરે વાતોમાં “સાત” “આઠ’ શબ્દો જેમ વિશેષ પ્રકારના સંકેતનાં કારણે એક સંખ્યાને જણાવે છે, તે આ “ચાર“પાંચ શબ્દો પણ એક સંખ્યાને જણાવે છે એ વાત ભગવતીસૂત્ર, જીવાભિગમસૂત્ર તેમજ બીજા પણ ઘણા સ્થળોના સૂત્રો પરથી સિદ્ધ થાય છે. તે ભગવતીજીનું સૂત્ર આ પ્રમાણે - હે ભગવન્! યાવત્ ચાર પાંચ પૃથ્વીકાયિક જીવો એક સાથે સાધારણ શરીર બનાવે? પછી એક સાથે આહાર કરે અથવા પરિણમાવે? શરીર બનાવે? હે ગૌતમ ! આ વાત બની શકતી નથી. આ રીતે ચાર-પાંચ અપ્રકાયિક જીવો અને ચાર-પાંચ તેઉકાય જીવો અંગે પ્રશ્ન-ઉત્તર જાણવા.” જીવાભિગમનું - - - - १. वशा” भदन्त ! जीव एवमेव, एवं मायावशार्तोऽपि, एवं लोभवशार्तोऽपि यावदनुपरिवर्त्तते। २. स्याद्भदन्त ! जीव: यावच्चत्वारः पञ्च पृथ्वीकायिका एकतः साधारणशरीरं बध्नन्ति, एकतः पश्चादाहारयन्ति, परिणामयन्ति वा शरीरं बध्नन्ति ? गौतम ! नायमर्थः समर्थः। स्याद्भदन्त ! यावच्चत्वारः पंच अप्कायिकाः, एवं स्याद् भदन्त ! यावच्चत्वारः पञ्च तेजस्कायिकाः।

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332