________________
૨૭૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦
भवजमालिजातीयदेवकिल्बिषिकविषयं जमालिसादृश्यप्रदर्शनायोपन्यस्तं, न तु देवकिल्बिषिकसामान्यविषयमिति संभाव्यते, अन्यथा 'अत्थेगइआ अणादीयं अणवदग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं अणुपरिअटुंति' इत्यग्रिमसूत्राभिधानानुपपत्तेः, ततो 'अत्थेगइआ०' इत्यादिकमपरिमितभवाभिधायकं 'जाव चत्वारि' इत्यादिकं च परिमितभवाभिधायकमिति युक्तं, भवति हि सामान्याभिधानस्याप्येकविशेषप्रदर्शने तदितरविशेषपरत्वं, यथा 'ब्राह्मणा भोजयितव्याः कौण्डिन्यो न भोजयितव्यः' इत्यत्र ‘ब्राह्मणा भोजयितव्याः' इति वचनस्य कौण्डिन्येतरब्राह्मणभोजनविधिपरत्वमिति ।
સામાન્યથી બીજા પરિમિત ભવવાળા કિલ્બિષિકદેવોમાં હોતો નથી. તેથી જાવ ચત્તારિ પંચ...' ઇત્યાદિ સૂત્ર તેવા પરિમિત ભવવાળા કિલ્બિષિક દેવો અંગેનું જ હોય એને જમાલિનું સાદેશ્ય દેખાડવા માટે કહેવાયું હોય, પણ દેવકિલ્બિષિક સામાન્ય વિષયક ન હોય એવી સંભાવના લાગે છે, કારણ કે નહીંતર તો (એટલે કે અધિકૃતસૂત્ર કિલ્બિષિકસામાન્યવિષયક હોય તો-અર્થાત્ એ બધા જ દેવકિલ્બિષિકોના ચાર-પાંચ ભવ કે (તમારી કલ્પના મુજબ) અનંતસંસાર જણાવતું હોય તો) કેટલાક કિલ્બિષિક દેવો અનાદિ અનવદગ્ર દીર્ઘમાર્ગરૂપ ચાતુરંત સંસાર અટવીમાં ભટકે છે.” ઇત્યાદિ જણાવનાર અગ્રિમસૂત્રકથન અસંગત થઈ જાય. આમ ‘નાવ વરિ..' ઇત્યાદિ સૂત્ર પણ વિશેષ પ્રકારના દેવકિલ્બિષિક અંગેનું જ હોવું ફલિત થવાથી એ પણ માનવું યોગ્ય થઈ પડે કે “લ્યાફગ...' ઇત્યાદિ સૂત્ર અપરિમિત ભવોને જણાવનારું હોય અને ‘નાવ વારિ...' ઇત્યાદિ સૂત્ર પરિમિત ભવોને જણાવનારું હોય.
(સામાન્યનું કથન પણ ક્યારેક વિશેષપરક હોય) શંકાઃ તમારો કહેવાનો આશય એવો છે કે દેવકિલ્બિષિકો બે પ્રકારના હોય છે. પરિમિત ભવવાળા અને અપરિમિત ભવવાળા; તો પણ “નવ વરિ..' સૂત્રમાં તો બેમાંથી એક પ્રકારનો ઉલ્લેખ નથી. તેથી જણાય છે કે એ સૂત્ર તો સામાન્યથી જ દેવકિલ્બિષિક અંગેનું છે. તો તમે કેમ એને પરિમિત ભવવાળા દેવકિલ્બિષિક રૂપ તેના એક વિશેષ પ્રકાર અંગેનું કહો છે?
સમાધાનઃ સામાન્યના એક પ્રકારરૂપ વિશેષને જણાવનાર વચનનો જ્યારે પૃથફ પ્રયોગ કરાયેલો હોય ત્યારે સામાન્યનું અભિધાયક વચન પોતાના બીજા પ્રકાર રૂપ વિશેષને જણાવવાના તાત્પર્યવાળું બની જાય છે. જેમકે “બ્રાહ્મણોને જમાડવા, કૌડિન્યને ન જમાડવો' એવા પ્રયોગમાં “બ્રાહ્મણોને જમાડવા” એટલું વાક્ય સામાન્યથી બ્રાહ્મણોને જમાડવાનું વિધાન કરવાના તાત્પર્યવાળું હોવા છતાં કૌડિન્યરૂપ એક વિશેષ બ્રાહ્મણની વાત સ્વતંત્ર કરી દીધી હોવાથી કૌડિન્યભિન્ન બ્રાહ્મણોને જમાડવાના વિધાનરૂપ તેના બીજા વિશેષના જ તાત્પર્યવાળું બની જાય છે. પ્રસ્તુતમાં પણ પ્રત્યે ફિઝા' સૂત્રથી અપરિમિત ભવવાળા દેવકિલ્બિષિક રૂપ એક વિશેષની વાત થઈ ગઈ હોવાથી સામાન્ય અભિધાયક એવું પણ “નાવ વરિ...' સૂત્ર પરિમિતભવવાળા દેવકિલ્બિષિક રૂપ છેતરવિશેષના તાત્પર્યવાળું હોવામાં પણ કોઈ અસંગતિ નથી.