________________
જમાલિના સંસારભ્રમણનો વિચાર
૨૭૫ पर्यायाश्च तस्य न संभवन्ति, ‘णो पारभविए चरित्ते' इत्यत्र सिद्धानां चारित्रस्य व्यक्तमेव निषिद्धत्वात् । गुरुलघुपर्यायाश्चौदारिकादिशरीराण्याश्रित्य व्याख्याता इति तेऽपि सिद्धस्य न संभवन्ति । अगुरुलघुपर्यायाश्च कार्मणादिद्रव्याणि जीवस्वरूपं चाश्रित्य व्याख्याताः, तत्र कार्मणादिद्रव्याश्रितास्ते सिद्धस्य न संभवन्ति, जीवस्वरूपं त्वाश्रित्य सर्वांशशुद्धास्ते संभवन्ति, परं तेऽपि साक्षाच्छब्देनोक्ता इति यावच्छब्दवाच्यं नावशिष्यते इति । ततो यथा तत्र वाक्यार्थद्योतक एव यावच्छब्दस्तद्वदिहापि स्यादिति किमनुपपन्नमिति निपुणधिया निभालनीयं प्रेक्षावभिः । किञ्च - 'जाव चत्तारि पंच' इत्यादि सूत्रमपि नरकोपपातातिरिक्तविशेषाभावमादाय परिमित
વિચારીએ તો, જીવમાં અનંત જ્ઞાનપર્યાયો, અનંત દર્શનપર્યાયો, અનંત ચારિત્રપર્યાયો, અનંત ગુરુલઘુપર્યાયો, અનંત અગુરુલઘુ પર્યાયો હોય છે...” હવે “યાવ” શબ્દપ્રયોગવાળા પૂર્વોક્ત સૂત્રનો અર્થ વિચારીએ. એ સૂત્રમાં આ ગણમાના જ્ઞાન-દર્શનના પર્યાયોનો તો સાક્ષાત્ જ્ઞાન-દર્શનપર્યાય શબ્દોથી ઉલ્લેખ કર્યો છે. “ચારિત્ર પારભવિક (અન્ય ભવમાંથી આવેલું) હોતું નથી' એ વચનથી સિદ્ધોમાં ચારિત્રનો સ્પષ્ટ નિષેધ કર્યો હોવાથી જણાય છે કે ચારિત્રપર્યાયો તો તેઓમાં હોતા જ નથી. “ગુરુલઘુપર્યાયો ઔદારિકાદિ શરીરની અપેક્ષાએ જીવમાં હોય છે એવી વ્યાખ્યાથી જણાય છે કે તે પર્યાયો પણ સિદ્ધોમાં હોતા નથી. અગુરુલઘુપર્યાયો કાર્મણાદિ દ્રવ્યોની અપેક્ષાએ અને જીવના સ્વરૂપની અપેક્ષાએ જીવમાં હોવા કહ્યા છે. એમાંથી કામણાદિદ્રવ્યોની અપેક્ષાવાળા તે પર્યાયો તો સિદ્ધોમાં હોતા નથી. જીવ સ્વરૂપને આશ્રીને સર્વાશશુદ્ધ તે પર્યાયો હોય છે ખરાં, પણ તેઓનો પણ સાક્ષાત્ “અગુરુલઘુપર્યાય' શબ્દથી જ ઉલ્લેખ કરી દીધો છે. આમ એ સૂત્રમાં રહેલા “યાવત્' શબ્દથી જ્ઞાનપર્યાયોનો, દર્શનપર્યાયોનો, ચારિત્રપર્યાયોનો, ગુરુલઘુપર્યાયોનો કે અગુરુલઘુપર્યાયોનો તો ઉલ્લેખ નથી જ. વળી એ ગણમાં આ સિવાય એવી બીજી કોઈ ચીજ તો શેષ છે જ નહિ કે જેનો “યાવત્' શબ્દથી ઉલ્લેખ થયો માની શકાય. માટે આ સૂત્રમાં “યાવત’ શબ્દનો વિશેષ તરીકે તો પ્રયોગ થયો નથી. વળી એ દેશ કે કાળનો નિયામક ન હોઈ વિશેષણ તરીકે પણ વપરાયો નથી. તેથી માનવું પડે છે કે એ અહીં માત્ર વાક્યર્થના દ્યોતક તરીકે જ વપરાયો છે. એ જ રીતે અહીં પ્રસ્તુત “યાવત્' ચાર પાંચ... ઇત્યાદિ સામાન્ય સૂત્રમાં પણ તે વાક્યર્થનો દ્યોતક જ હોય તો શું અસંગતિ છે કે જેથી વિશેષસૂત્રમાં પણ તેનો અને “તાવત'નો અધ્યાહાર કરી મારી મચડીને જમાલિનો અનંતસંસાર સિદ્ધ હોવાની કલ્પના કરવી પડે એ બુદ્ધિમાન પુરુષોએ નિપુણતાથી વિચારવું.
(જાવ ચત્તારિ....” સૂત્ર કિલ્બિષિકવિશેષવિષયક હોવું સંભવે) વળી, જમાલિ નરકમાં જવાનો નથી એટલી એની વિશેષતા છે. એ સિવાય બીજો કોઈ તફાવત
– – – – – – – – – – – – – – ૨. નો પારવિ વારિત્રમાં