________________
જમાલિના સંસારભ્રમણનો વિચાર
૨૭૩ दायार्थ एवेत्यवेहि । अथैवं गणसंबन्ध्याद्यन्तपदविशिष्टस्यैव यावच्छब्दस्य पूर्वप्रक्रान्तगणवाक्यार्थवाचकत्वमिति व्युत्पत्तिभङ्ग इति चेत् ? न, तादृशनियमे प्रमाणाभावात्, पूर्वप्रक्रान्तवाक्यार्थवाचकत्वे यावच्छब्दस्य स्वसंबन्धिपदोपसंदानमात्रस्य तात्पर्यग्राहकत्वेनापेक्षितत्वाद् । अत एव क्वचिद्गणसंबन्ध्याद्यन्तपदविशिष्टादिव क्वचिदन्त्यपदविशिष्टादपि यावच्छब्दात्तदुपस्थितिः । तथाहि - 'एगंतपंडिए णं भंते ! मणुस्से किं णेरइआउं पकरेइ ४? पुच्छा । गोअमा! एगंतपंडिए णं मणुस्से आउअं सिअ पकरेइ, सिअ णो पकरेइ । जइ पकरेइ णो णेरइआउअं पकरेइ, णो तिरि० णो मणु०, देवाउअं पकरेइ । णो णेरइआउअं किच्चा णेरइएसु उववज्जइ, णो तिरि., णो मणु., देवाउअं किच्चा देवेसु उववज्जइ । से केणटेणं
(પૂર્વપ્રસ્તુત પદસમુદાયનો જે અર્થ એ જ પ્રસ્તુતમાં “યાવત'નો અર્થ) ઉત્તરપક્ષઃ “તે કિલ્બિષિકદેવલોકમાંથી આયુક્ષય થવાથી ભવક્ષય થવાથી...Aવીને ઇત્યાદિમાં આયુક્ષય, ભવક્ષયવગેરે પૂર્વ પ્રસ્તુતપદોનો જે સમુદાય છે તેનો જે અર્થ છે તે અર્થ જ આ “યાવત’ શબ્દનો અર્થ છે અર્થાત્ “યાવત્ ચાર-પાંચ ઇત્યાદિમાં રહેલા “યાવત્' શબ્દથી “તે દેવલોકમાંથી આયુક્ષય થવાથી ભવક્ષય થવાથી..” ઇત્યાદિ અર્થ (કે જે અર્થ પૂર્વપ્રસ્તુત વાક્યનો છે તે) જણાય છે. - “સમુદાય સંબંધી પ્રથમ - અંતિમ પદવિશિષ્ટ “યાવત’ શબ્દ જ તેના મધ્યવર્તી પદાર્થોનો વાચક બને છે. તેથી અહીં પણ તેવું જ યાવત્ પદ પૂર્વપ્રસ્તુત ગણ વાક્યર્થનો વાચક બને એવા નિયમનો આ રીતે તો ભંગ થઈ જશે.” - એવી શંકા ન કરવી, કારણ કે તેવા નિયમમાં જ કોઈ પ્રમાણ નથી. પૂર્વમાં જે વાક્ય આવી ગયું હોય તેના જ અર્થના વાચક બનવા માટે “યાવત’ શબ્દને સ્વસંબંધી પદનું ઉપસંધાન (સાનિધ્ય) માત્ર જ તાત્પર્યગ્રાહક તરીકે અપેક્ષિત હોય છે. અર્થાત્ જુદે જુદે સ્થળે વપરાયેલ “યાવત્' શબ્દ જુદા જુદા વાક્યર્થને જણાવતો હોય છે; એમાંથી તે તે અધિકૃત સ્થળે કયા વાક્યર્થને જણાવવાના તાત્પર્યમાં તે વપરાયો છે? એ જાણવા માટે એક પદની જરૂર રહે છે. એટલે કે “જે વાક્યનું એક પદ યાવત'ની સાથે વપરાયું હોય તે વાક્યના અર્થને “યાવત્' શબ્દ જણાવે છે” એવો નિયમ બાંધી શકાય છે. તેથી જ ક્યારેક ગણ સંબંધી આદ્ય અને અંતિમપદવિશિષ્ટ “યાવત્' શબ્દની જેમ ક્યારેક માત્ર અંત્યપદ વિશિષ્ટ યાવતુ' શબ્દથી પણ વાક્યર્થની ઉપસ્થિતિ થઈ જાય છે. જેમકે
હે ભગવન્! એકાન્ત પંડિત મનુષ્ય શું નરકાયુ બાંધે? ઈત્યાદિ ચાર પ્રશ્નો. ગૌતમ! એકાંત પંડિત મનુષ્ય આયુષ્ય કદાચ બાંધે, કદાચ ન બાંધે. જો બાંધે તો પણ નરકાયુ ન બાંધે, તિર્યંચાયુ ન બાંધે, મનુષ્યાય ન બાંધે, દેવાયુ બાંધે. નરકાયુ બાંધીને નરકમાં ઉત્પન્ન થતો નથી, એમ તિર્યંચ – મનુષ્યમાં १. एकान्तपण्डितो भदन्त ! मनुष्यः किं नैरयिकायुः प्रकरोति ४ ? पृच्छा। गौतम ! एकान्तपण्डितमनुष्य आयुः स्यात्प्रकरोति स्यान्न प्रकरोति । यदि प्रकरोति नो नैरयिकायुः प्रकरोति, नो तिर्य०, नो मनु०, देवायुः प्रकरोति । नो नैरयिकायुः कृत्वा नैरयिकेषूत्पद्यते नो तिर्य० नो मनु०, देवायुः कृत्वा देवेषत्पद्यते। अथ केनार्थेन
-
-
--