________________
જમાલિના સંસારભ્રમણનો વિચાર
૨૭૧ विशेषणत्वविशेष्यत्वस्वरूपविकलस्तु यावच्छब्दो डित्थडवित्थादिवदर्थशून्य एव स्यात् । तदिह यावच्छब्दो नानर्थको न वा विशेष्यभूतः, आद्यन्तशब्दाभ्यामविशिष्टत्वात्, विशेष्यभूतस्य च तस्य त्वाभ्यां विशिष्टस्यैव प्रयोगात्, किन्तु विशेषणभूतः, 'प्राक्पतितं विशेषणं' इति वचनात्, स चात्राधिकारात् कालनियामक इति । यावत्कालं चतुष्पञ्चसुत्रसस्थावरजातिषु नारकतिर्यग्योनिकमनुजदेवानां भवग्रहणानि, यत्तदोनित्याभिसंबन्धात् तावत्कालं संसारमनुपरावृत्त्य ततः पश्चात्सेत्स्यन्ति, यावत्सर्वदुःखानामन्तं करिष्यन्ति' इति सामान्यसूत्रार्थः पर्यवस्यति । एवं सामान्यसूत्रोक्तानुसारेण विशेषसूत्रेऽपि कालनियमार्थं तावच्छब्दवद् यावच्छब्दोऽप्यध्याहार्यः, तावन्तरेण वाक्यद्वयानुपपत्त्या कालनियमानुपपत्तिरिति व्यक्तैव सामान्यसूत्रादिव विशेषसूत्रादप्यनन्तभवसिद्धिरिति चेत् ?
યાવત’ શબ્દ વિશેષણ કે વિશેષ્ય તરીકે વપરાયો હોતો નથી તે ડિલ્થ-ડવિત્ય વગેરે શબ્દોની જેમ અર્થશૂન્ય જ હોય છે.
(કાલનિયમન માટે યાવતુ-તાવતુનો અધ્યાહાર - પૂર્વપક્ષ) દેવ કિલ્બિષિક સંબંધી ઉક્ત સામાન્ય સૂત્રમાં “યાવત્ ચાર-પાંચ' ઇત્યાદિ જે કહ્યું છે તેમાં “યાવત’ શબ્દ અર્થશૂન્ય તો નથી જ. (કેમ કે સૂત્રમાં નિરર્થક શબ્દો વપરાતા નથી) વળી વિશેષ્યભૂત પણ નથી, કેમકે એ આદ્ય-અંતિમ શબ્દથી વિશિષ્ટ નથી, જ્યારે વિશેષ્ય ભૂત “યાવત્' શબ્દ તો એ બે શબ્દની સાથે જ વપરાય છે. તેથી એ વિશેષણભૂત છે, કારણ કે પહેલાં વપરાયેલો શબ્દ વિશેષણ હોય' એવું શાસ્ત્ર વચન છે.વળી અહીં કાલનો અધિકાર ચાલે છે, તેથી એ વિશેષણભૂત “યાવત’ શબ્દ કાલનિયામક છે. તેથી સામાન્યસૂત્રનો અર્થ એવો ફલિત થશે કે “જ્યાં સુધીમાં ચાર - પાંચ ત્રસ – સ્થાવર જાતિઓમાં નારક-તિર્યંચયોનિ-મનુષ્ય દેવના ભવો ગ્રહણ કરે ત્યાં સુધી સંસારમાં ભટકીને પછી સિદ્ધ થશે... થાવત્ સર્વદુઃખોનો અંત કરશે.” “ત્યાં સુધીમાં એવું જણાવનાર ‘તાવત’ શબ્દ સૂત્રમાં ન હોવા છતાં “યત્” “તદ્ શબ્દો હંમેશાં સંબંધ ધરાવતા હોવાથી અને અહીં યત્ પરથી બનેલ યાવત્ (જાવ)નો પ્રયોગ હોવાથી તાવનો અધ્યાહાર કર્યો છે. હવળી, સામાન્યથી તો પ્રત્યેનીકોનો અનંતસંસાર જણાવવો ગ્રન્થકારોને માન્ય હોય જ છે. માટે, કાલનિયામક એવા આ “યાવત્' શબ્દના પ્રયોગવાળું ૪-૫ ત્રસસ્થાવરજાતિઓમાં...' ઇત્યાદિ સામાન્યસૂત્ર અનંતભવને જણાવે છે એવું માનવું પડે છે. હવે જમાલિ અંગેના વિશેષ સૂત્ર માટે વિચારીએ તો જણાય છે કે –) જમાલિસંબંધી વિશેષસૂત્રમાં સામાન્યસૂત્રની જેમ કાલનિયમન તો હોવું જ જોઈએ. અને તેથી એ માટે તાવતુ શબ્દની જેમ “યાવત્' શબ્દનો પણ અધ્યાહાર કરવો. કારણ કે તે બે વિના તો બે વાક્યો જ ન બનવાથી “જ્યાં સુધી... ત્યાં સુધી' ઇત્યાદિ રૂપ કાલનિયમન જ અસંગત રહે. અને તો પછી તો સામાન્યસૂત્રની જેમ વિશેષસૂત્ર પણ કાલનિયામક એવા યાવત્' શબ્દના પ્રયોગ યુક્ત ૪-૫ ત્રસસ્થાવર...' આ પ્રયોગવાળું છે. માટે સામાન્યસૂત્રની જેમ એ