________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦ तदिदमसिद्धमसिद्धेन साधयतो महातार्किकत्वमायुष्मतः । यतो 'जाव चत्तारि' इत्यादावपि शसन्तचतुष्पदसमानाधिकरणभवग्रहणपदोत्तरद्वितीयाविभक्तेरेव 'कालाध्वनोर्व्याप्तौ' (सिद्धहेम० २-२ - ४२) इत्यनुशासनात्कालनियमसिद्धौ न पुनस्तदभिधानाय यावच्छब्दप्रयोगः, अर्थपुनरुक्ततायाः प्रसङ्गात्, तस्मात्तदनुरोधेन तावच्छब्दस्य विशेषसूत्रे यावत्तावच्छब्दयोश्चाध्याहारकल्पनाऽतिजघन्यैવેતિ । નવેવં ‘સ્થિતેઽતિષિન્તનીયા' (?નન્વયંસ્થિતે ‘સૂત્રસ્ય ગતિશ્ચિન્તનીયા') કૃતિ યાવच्छब्दस्य सूत्रस्थस्य कोऽर्थः ? इति चेत् ? ‘ततो देवलोकादायुःक्षयादिना च्युत्वा' इति पूर्वप्रक्रान्तपदसमु
૨૭૨
-
વિશેષસૂત્રથી પણ જમાલિના અનંતભવો સિદ્ધ થઈ જશે.
(કાલનિયમન દ્વિતીયાવિભક્તિથી થઈ ગયું છે - ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષ ઃ જે વાત પોતે સ્વયં અસિદ્ધ છે તેનાથી અન્ય અસિદ્ધ વાતની આ રીતે સિદ્ધિ કરી રહેલા તમારી આ મહાતાર્કિકતા જ છે ! (અર્થાત્ એમાં કોઈ વાસ્તવિકતા નથી.) તે એટલા માટે કે તમે સામાન્યસૂત્રમાં ‘યાવત્’ શબ્દ કાલનિયામક હોવાથી જમાલિસંબંધી વિશેષ સૂત્રમાં પણ તેનો અધ્યાહાર કરી કાલનિયમન જે સિદ્ધ કર્યું છે તેમાં મૂળમાં સામાન્યસૂત્રમાં જ ‘યાવત્’ શબ્દ કાળનિયામક નથી. એટલે કે મૂળમાં સામાન્યસૂત્રમાં જ ‘યાવત્' શબ્દથી કાલનિયમન થવું અસિદ્ધ છે તો એનાથી વિશેષસૂત્રમાં પણ કાલનિયમન શી રીતે સિદ્ધ થાય ? સામાન્યસૂત્રમાં ‘યાવત્' શબ્દથી કાનિયમન થવું એટલા માટે અસિદ્ધ છે કે એ સૂત્રમાં, દ્વિતીયા વિભક્તિવાળા ‘ચાર’ – ‘પાંચ’ પદને સમાનવિભક્તિવાળું એવું જે ‘ભવગ્રહણ’ પદ છે તેના પર લગાડેલી દ્વિતીયા વિભક્તિથી જ “કાલાષ્વનોર્થાૌ” એવા વ્યાકરણના નિયમ મુજબ કાલનિયમન થઈ ગયું છે. માટે કાલનિયમન માટે તો ‘યાવત્' શબ્દ એમાં વપરાયો જ નથી, જો એ એટલા માટે વપરાયો હોય તો તો પછી અર્થની પુનરુક્તતાનો દોષ ઊભો થાય. (દ્વિતીયા વિભક્તિથી ‘કાલનિયમન’ રૂપ જે અર્થ કહેવાઈ ગયો છે તેને જ જો ‘યાવત્’ શબ્દ પણ પાછો કહેતો હોય તો એ અર્થની પુનરુક્તિ થાય છે એ વાત સ્પષ્ટ જ છે.) તેથી ‘ય-તત્નો નિત્ય અભિસંબંધ હોય છે’ એ ન્યાયે, ‘સામાન્ય સૂત્રમાં કાલનિયમન માટે ‘યાવત્'નો જો પ્રયોગ છે તો ‘તાવ’નો પણ અધ્યાહાર કરવાનો છે” એવી કલ્પના અને એને અનુસરીને “વિશેષસૂત્રમાં પણ કાલનિયમન માટે ‘યાવત્’ અને ‘તાવત્’ એ બન્ને શબ્દોનો અધ્યાહાર કરવાનો છે” એવી કલ્પના એ બન્ને કલ્પનાઓ સાવ તુચ્છ જ છે. પૂર્વપક્ષ ઃ : આ રીતે, “દ્વિતીયાવિભક્તિથી જ કાલનિયમન થઈ ગયું છે અને તેથી ‘યાવત્’ શબ્દ કાલનિયમનને જણાવતો નથી” એવો જો નિર્ણય કરશો તો સૂત્રસ્થ ‘યાવત્’ શબ્દનો અર્થ શું કરશો ? કેમકે “સૂત્રમાં રહેલા શબ્દ વગેરેનો યોગ્ય અર્થ વિચારણીય હોય છે” ઇત્યાદિ ન્યાય મુજબ સૂત્રસ્થ ‘યાવત્' શબ્દનો કાંઈકને કાંઈક અર્થ તો હોવો જ જોઈએ અને એ કહેવો જ જોઈએ ને ?