Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 309
________________ ૨૬૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ सप्तमीबहुवचनलोपस्य समुच्चयार्थकचकाराध्याहारस्य च प्रसङ्गात् । किञ्च चतुष्पञ्चशब्दयोः संख्यावाचकयोर्व्यक्तिवचनत्वेन कुतस्ताभ्यां जात्युपस्थितिरिति विभावनीयम् । यदि च जमालेरनन्तः संसारः सूत्रे वक्तव्योऽभविष्यत् तदा “तिरयमणुस्सदेवेसु अणंताई भवग्गहणाई संसारमणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिस्सइ” इत्यादि । अथवा “जहा गोसाले मंखलिपुत्ते तहेव णेरइअवज्जं संसारमणुपरिअट्टित्ता तओ पच्छा सिन्झिस्सइ ।।" भणनीयमभविष्यद, अन्यथा नवसु जातिषु भवग्रहणेन भ्रमणादपि कुत आनन्त्यलाभः? नवभिरपि वारैस्तत्पूर्तिसंभवात्, प्रतिव्यक्तिभ्रमणं च नाक्षरबलाल्लभ्यते, बाधितं च सर्वतिर्यग्देवमनुजेषु तत्, स्वेच्छामात्रेण नियतानन्ततिर्यग्योनिकभवग्रहणाश्रयणे च किं सूत्रावलंबनव्यपदेशेन? स्वकल्पनाया महत्स्वध्यारोपस्य महदाशातनारूपत्वात् । एतेन સપ્તમી બહુવચનાર્થક માનવાની (૨) “પંચ શબ્દમાં સપ્તમી બહુવચનવિભક્તિનો લોપ થયેલો હોવાની અને (૩) સમુચ્ચયાર્થક “ચનો અધ્યાહાર કરવાની કિલષ્ટ કલ્પના કરવી પડે છે. વળી સંખ્યાવાચક એવા “ચાર' અને “પાંચ' એ બે શબ્દ વ્યક્તિવાચક હોઈ તે બેથી જાતિની ઉપસ્થિતિ શી રીતે થાય? તે વિચારણીય છે. વળી સૂત્રમાં જમાલિનો અનંતસંસાર કહેવાનો જ જો અભિપ્રાય હોત તો “તિર્યંચ – મનુષ્ય દેવભવોમાં અનંતા ભવગ્રહણ કરી સંસારમાં ભટકી પછી સિદ્ધ થશે” એવું જ કહ્યું હોત. અથવા “મંખલિપુત્ર ગોશાળો જેમ અનંતસંસાર રખડવાનો છે. તે જ રીતે માત્ર નારક ભવને છોડીને જમાલિ સંસારમાં રખડી ને પછી સિદ્ધ થશે' એવું જ કહ્યું હોત. બાકી સૂત્રમાં જે શબ્દો છે તેના પરથી આ રીતે નવ જાતિમાં ભવગ્રહણનો અર્થ કાઢીએ તો પણ અનંતભવ અર્થ ક્યાંથી કાઢશો? કે માત્ર નવ ભવગ્રહણથી પણ નવ જાતિમાં ભ્રમણ થઈ શકે છે. દરેક જાતિના દરેક પેટા ભેદમાં પણ જન્મ લીધા પછી જ નવ જાતિમાં ભ્રમણ થયું કહેવાય. અને તેથી અનંત ભવ માનવા જ પડશે' એવું પણ સૂત્રમાં કહેલ અક્ષરો પરથી નીકળી શકતું નથી. તેમજ તિર્યંચ - મનુષ્ય – દેવની બધી પેટા જાતિઓમાં જન્મ હોવો તો બાધિત પણ છે. તેથી તમે તમારી પોતાની ઇચ્છા મુજબ “અમુક ચોક્કસ પેટાજાતિઓમાં ભ્રમણ કરી આવે એટલે તે તે જાતિનું ભ્રમણ થઈ ગયું કહેવાય” એવું જ કહેશો તો અમે કહીએ છીએ કે “સૂત્રમાં આવું કહ્યું છે' ઇત્યાદિ ઉલ્લેખ શા માટે કરો છો ? કારણ કે આ રીતે પોતાની ઇચ્છા મુજબ ઉપજાવી કાઢેલી કલ્પનાઓને “શાસ્ત્રમાંથી આવો અર્થ નીકળે છે એમ કહીને શાસ્ત્રકાર મહાપુરુષોના નામે ચઢાવી દેવી એ મોટી આશાતના રૂપ છે. તેથી નીચેની પૂર્વપક્ષકલ્પના પણ નિરસ્ત જાણવી. १. तिर्यग्मनुष्यदेवेष्वनन्तानि भवग्रहणानि संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यति । २. यथा गोशालो मंखलिपुत्रस्तथैव नैरयिकवज संसारमनुपर्यट्य ततः पेश्चात्सेत्स्यति ।

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332